કટોરી ચાટ (Katori Chaat Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ➡️કટોરી બનાવવા માટે
  2. ૨૫૦ ગ્રામ મેંદો
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીશેકેલું જીરું અને મરી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તેલ તળવા માટે
  7. ➡️બુંદીબનાવવા માટે
  8. 1 કપચણાનો લોટ
  9. 1 ચમચીચોખાનો લોટ
  10. 1 ચમચીતેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ➡️સેવ બનાવવા માટે
  13. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  14. 2 ચમચીતેલ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. ➡️મસાલા શીંગ બનાવવામાટે
  17. 1 કપશીંગદાણા
  18. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીચાટ મસાલો
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. ➡️લીલી ચટણી બનાવવા માટે
  22. ૧૦૦ ગ્રામ કોથમીર
  23. 1 મોટી ચમચીશીંગદાણા
  24. લીલા મરચા
  25. 1લીંબુ
  26. ૧ ટુકડોઆદું
  27. 1/2 ચમચી ખાંડ
  28. મીઠું સ્વાદ પ્રમાણે
  29. ➡️લસણની ચટણી બનાવવા માટે
  30. 2ટામેટાં
  31. ૮થી ૧૦ કળી લસણ
  32. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  33. મીઠું સ્વાદપ્રમાણે
  34. ➡️ગળી ચટણી બનાવવા માટે
  35. 20 ગ્રામઆંબલી
  36. ૮થી ૧૦ ખજૂર
  37. 2 ટુકડાગોળ
  38. 1 ચમચીધાણાજીરૂ
  39. 1 ચમચીસંચળ
  40. મીઠું સ્વાદ પ્રમાણે
  41. ➡️સ્ટફિંગ માટે
  42. 1 કપબાફેલા ચણા
  43. 1 કપબાફેલા મગ
  44. 2બટાકા
  45. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  46. 1 ચમચીચાટ મસાલો
  47. મીઠું સ્વાદપ્રમાણે
  48. દહીં સર્વિંગ માટે
  49. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેમાં મીઠું અને અધકચરેલું શેકેલું જીરું,મરી અને તેલ ઉમેરી કઠણ લોટ બાંધોવો

  2. 2

    ત્યારબાદ તેમાં પૂરી વણી કટોરી ઉપર ફોલ્ડ કરી ગરમ તેલમાં તળી લેવી (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે)

  3. 3

    ચણાનો લોટ અને૧ ચમચી ચોખાનો લોટ લઈ ને તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં તેલ ઉમેરી અને મીઠું ઉમેરી પાતળુ ખીરું તૈયાર કરો હવે ગરમ તેલમાં ઝારા વડે બુંદી પાડી લો

  4. 4

    ચણાનો લોટ લઇ તેમાં મીઠું તેમજ તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી એમાંથી ગરમ તેલમાં સેવ તૈયાર કરી લો

  5. 5

    ગરમ તેલમાં શીંગદાણા ને તળી લો અને તેમાં લાલ મરચું પાઉડર,ચાટ મસાલો અને મીઠું મિક્સ કરીને લો

  6. 6

    કોથમીર મરચા શીંગદાણા લીંબુ ખાંડ અને મીઠું ઉમેરી મિક્સરમાં લીલી ચટણી તૈયાર કરો

  7. 7

    ટામેટાં ને સમારી ત્યારબાદ તેમાં લસણ લાલ મરચું પાઉડર અને મીઠું મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છે લસણની ચટણી

  8. 8

    આંબલી ખજૂર અને ગોળ લઈને તેને ગરમ પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ક્રશ કરી તેને ગાળી લેવું ત્યારબાદ તેમાં મીઠું ધાણાજીરું અને સંચળ ઉમેરી મિક્સ કરી લો તૈયાર છે ખજૂર આમલીની ચટણી

  9. 9

    હવે ચણા મગ અને બટાકા બાફીને તેમાં લાલ મરચું પાઉડર મીઠું તેમજ ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  10. 10

    હવે કટોરીમાં ચણા મગ અને બટાકા નું સ્ટફિંગ મૂકો ત્યારબાદ તેમાં લીલી ચટણી ગળી ચટણી લસણની ચટણી ઉમેરો

  11. 11

    ત્યારબાદ તેમાં સેવ બુંદી મસાલા શીંગ અને ડુંગળી ઉમેરો

  12. 12

    ફરીથી ઉપર લીલી ચટણી ગળી ચટણી લસણની ચટણી તેમજ દહીં ઉમેરી દો

  13. 13

    ઉપરથી કોથમીર ઉમેરો સર્વ કરો તૈયાર છે, કટોરી ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes