રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રાજાપુરી કેરી ને ખમણી લેવી. અને તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી ને થોડાં કલાક ઢાંકી ને રાખી દેવું.
- 2
ત્યાર બાદ કેરી ના છીણ માંથી પાણી નિતારી ને તેને કોરુ કરી નાખવું.
- 3
હવે એક મોટા તપેલા માં આ છીણ નાખવું અને તેમાં ખાંડ અને મીઠું મિક્સ કરવા.. છીણ હોય તેના થી થોડી વધુ ખાંડ લેવી જેથી રસ સારો થાય.
- 4
ત્યાર બાદ તેને સરખી રીતે મિક્સ કરી ને તેમાં એક નાની વાટકી ગરમ પાણી નાખી દેવું.. જેનાથી ખાંડ તરત જ ઓગળવાની ચાલુ થવા માંડે.
- 5
હવે તપેલા ઉપર એક આછું કપડું સરખી રીતે બાંધી ને તેને અગાસી ઉપર અથવા તો જ્યાં તડકો સરો આવે ત્યાં રાખી દેવું..
- 6
આખો દિવસ તપેલું રાખી મૂકવું. બીજે દિવસે ઉપર મૂકતા પહેલા તેમાં ચમચો ફેરવી લેવો જેથી ખાંડ મિક્સ થતી જાય..
- 7
આવી રીતે 6 7 દિવસ સુધી કરવું
- 8
ત્યાર બાદ જો ખાંડ ઓગળી ગઈ હોય તો ન મૂકવું ઉપર.. ની તો 1 વાટકી ગરમ પાણી નાખી ને પાછું તપેલું ઉપર મૂકી આવવું.
- 9
હવે છૂંદો સાવ ઠંડો પડી જાય પછી તેમાં લાલ મરચા નો પાઉડર અને જીરું નાખી ને મિક્સ કરી લેવા.. અને તેમાં મીઠું ટેસ્ટ કરી ને નાખી દેવું..
- 10
ત્યાર બાદ છુંદા ને એક સાફ અને ચોખી બરણી માં ભરી લેવો..
- 11
તો તૈયાર છે ખૂબ જ ચટપટો તડકા છાયા નો છૂંદો....🤗🤗🤗
Similar Recipes
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week-3આ ઘર માં બધા ને ભાવતો પિકનિક માં ક્યાંય પણ જાવ ત્યારે બધાને સાથે લયજવું ગમતું હોય તો તે છે છું દો..રાજાપુરી નો છૂંદો ખૂબ જ સરસ થાય છે Dhara Jani -
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
More Recipes
ટિપ્પણીઓ (4)