કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩-૪ વ્યક્તિ
  1. ૧/૨ વાટકી મેંદો
  2. 1+1/2 વાટકી માવો
  3. 1 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. 1 વાટકો ખાંડ (ચાસણી માટે)
  5. 1/4 ચમચી લીંબુનો રસ
  6. ૨૫૦ મી. લી . પાણી
  7. 1 વાટકીદૂધ
  8. 1 ચમચો ટોપરા નો બારીક ભૂકો
  9. થોડાક પિસ્તા
  10. ઘી અથવા તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં અર્ધો વાટકી મેંદો, દોઢ વાટકી માવો તથા મિલ્ક પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરો. દૂધની અંદર પાણી ઉમેરી બરોબર મિક્સ કરી તેના વડે લોટ બાંધો. તેમાં 1/4 ચમચી લીંબુનો રસ ઉમેરી દો. મીડિયમ સાઈઝના ગોળા વાળી લો. સામાન્ય ગુલાબજાંબુ કરતાં થોડાક મોટાં, તેમાં સ્ટફિંગ વચ્ચે પિસ્તા મૂકી દો.

  2. 2

    એક પેનમાં તેલ અઠવા ઘી ગરમ કરી આ ગોળબારમાં તળી લો. બ્રાઉન રંગના તળાઈ જાય એટલે ઠંડા પડવા દો. એક વાસણમાં ખાંડ લઈ તેની એકતાર થી થોડી ઓછી ચાસણી તૈયાર કરો.

  3. 3

    આ ચાસણીમાં ગોળા ઉમેરો. તેમાં સોય અથવા તુથપિકથી હળવાં હાથે કાણા કરો.

  4. 4

    ચાસણીમાં ચઢે એટલે એક ડિશમાં કોપરાનો ભૂકો કાઢી તેમાં રગદોળી લો.

  5. 5

    સર્વિંગ બાઉલમાં મૂકો. ઉપર પિસ્તાનો ભૂકો નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes