રાંધવાની સૂચનાઓ
- 1
4 વાટકી ખાંડ 4વાટકી પાણી નાખી ગરમક્રવા મૂકો હલાવતાં રહેવું ખાંડ ઓગળે એટલે થોડું કેશર 2 થી 3 ઇલાયચી નો ભૂકો નાખી 7 થી 8 મિનિટ રાખી ગેસ બંધ કરી દો.
- 2
પનીરને ખમણી લો પછી તેને હથેળીથી મસલી લો અને હાથમાં ઘી જેવી સઇનીગ આવે એટલે માવો નાખવો
- 3
માવો અને પનીર મિક્સ કરી તેમાં 2 ચમચી મેંદો નાખવો મિક્સ કરી થોડો મસળવો ત્યાર બાદ દૂધ કે પાણીથી લોટબાંધવો. લોટ બંધાઈ જાય એટલે તેમાંથી થોડો માવો સ્ટફિંગ માટે એક બાઉલમાં લઈ લો. તેમાં કાજુબદામ નો ભૂકો, દૂધમાં ઘોળેલું કેસર ને થોડો યેલો કલર નાખી મિક્સ કરી લો.
- 4
હવે યેલો સ્ટફિંગ ની નાના બોલ્સ બનાવી લો. હવે લોટમાંથી લુવો લઈ તેની થેપલી કરી તેમાં યેલો સ્ટફિંગ નો બોલ મૂકી કચોરી ની જેમ સીલ કરી દો અને એકદમ સરસ ગોળ ગોળો વાળો. ધ્યાન રહે તેમાં તિરાડ ના રહે. આજ રીતે બધા રેડી કરી લો.
- 5
એક પેન માં તેલ કે ઘી ગરમ કરી તેમાં ડાર્ક ગુલાબી તળી લો. તેને ચાસણી માં નાખી દો. ૭ કલાક પછી તે તૈયાર થઈ જશે. તો તૈયાર છે કાલા જામુન.
Similar Recipes
More Recipes
- જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
- દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
- ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
- માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
- ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)









ટિપ્પણીઓ