કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

#EB
#Week3
કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ.
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB
#Week3
કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં દૂધ અને ક્રીમ ઉમેરી હલાવવું પછી તેમાં મિલ્કપાવડર ઉમેરી મીક્સ કરી હલાવતા રહેવું ગઠ્ઠા ના પડે એ ધ્યાન રાખવું ધીમા ગેસે સતત હલાવતા રહેવું ઘટ્ટ થાય અને પેન થી છુટુ પડે ત્યાં સુધી થવા દેવું સ્મૂથ લોટ થઈ જાય એટલે ઈન્સ્ટન્ટ માવો તૈયાર તેને બાઉલ માં કાઢી સાઈડ પર રાખવો.
- 2
ચાસણી માટે બીજા એક પેન માં ખાંડ અને પાણી લઈ હલાવી ગેસ ચાલુ કરવો ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલે ૫ મિનિટ રહેવા દહીં તેમાં ઈલાયચી પાઉડર ઉમેરવો એટલે ચાસણી તૈયાર થઈ ગઈ.
- 3
એક બાઉલ માં પનીર લઈ તેને હાથ થી મેશ કરી તેમાં ઉપર તૈયાર કરેલો માવો ઉમેરી હાથ થી બરાબર મીક્સ કરી મેંદો ઉમેરી હથેળી થી મસળી તેમાં બેકિંગ સોડા અને જરૂર મુજબ દૂધ ઉમેરી મસળી ને લોટ બાંધી લેવો.
- 4
એક નાના બાઉલ માં લોટ માંથી ૨ ટે. સ્પૂન જેટલો લઈ તેમાં કાજુ,બદામ,પીસ્તા ની કતરણ દૂધ માં ઓગાળેલું કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરી મીક્સ કરી તેમાં થી એક સરખા ૧૦ નાના બોલ બનાવી લેવા.
- 5
કાલા જામુન બનાવવા માટે તૈયાર કરેલ બાકી ના લોટ માં થી એકસરખા મોટા લુઆ પાડી તેના બોલ બનાવી લો.એક બોલ ને હાથ માં લઈ હથેળી માં થેપી તેમાં વચ્ચે સ્ટફિંગ વાળો નાનો બોલ મૂકી બધી બાજુ થી સીલ ને ગોળ બોલ બનાવી લેવો એ જ રીતે બધા બોલ તૈયાર કરવા.
- 6
- 7
એક કડાઈ માં ઘી લઈ ગેસ ચાલુ ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા જામુન ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર(કાળા) ના તળી ને તેને ગરમ ચાસણી માં નાંખી ને ૧ કલાક રહેવા દેવા.પછી બાઉલ માં કાઢી સર્વ કરવા.તો તૈયાર છે કાલા જામુન.
Similar Recipes
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3કાલા જામુન મોટે ભાગે માવા અને પનીર માંથી બને છે. પણ મેં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે. તે ડિઝર્ટ તરીકે અથવા તો જમવા ની સાથે પીરસવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે. તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી નું સ્ટફિંગ હોય છે. Arpita Shah -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week3 કાલા જામુન એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માવા માંથી બનાવવામાં આવે છે. કાલા જામુન માં કાજુ, બદામ અને પીસ્તા નો ઉપયોગ કરીને સ્ટફિંગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ડિઝર્ટ અથવા તો મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે છે. આ મીઠાઈ તહેવારોમાં અથવા તો ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ કાલા જામુન એકદમ ફ્લફી ને સોફ્ટ બન્યા છે. મેં આજે આ કાલા જામુન બનાવ્યા છે એમાં સ્ટફિંગ માં ઓરેન્જ કલર ની જગ્યાએ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે..અને આ જામુંન ને ચાંદી ની વરખ અને પિસ્તા ની કતરણ થી સજાવ્યા છે. આ કાલા જામૂન એ ગુલાબ જામુનન થી એકદમ સરખા મળતા જ આવે છે. આ બંને મીઠાઈઓ એક સમાન જ છે. મુખ્ય તફાવત ફક્ત રંગ માં જ રહેલો છે. ગુલાબ જાંબુ કરતા આ કાલા જામૂન વધારે સમય સુધી તળેલા હોય છે તેથી કાલા જામૂંન રંગ મા ઘાટા લાગે છે. Daxa Parmar -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મારા ફેવરીટ અને તહેવારોમાં ખાસ બનતા કાલા જામુન ભારતની લોકપ્રિય મીઠાઈ છે.. Ranjan Kacha -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#Sweet#Milkday#cooksnap#cookpadgujrati#cookpadindiaગુલાબ જાંબુ તો અવારનવાર બનાવુ છુ , કાલા જામુનની પહેલી વખત ટ્રાય કર્યા એ પણ મીલ્ક પાવડરમાથી ખુબ જ સરસ બન્યા માવામાથી જ બનાવ્યા હોય એવો ટેસ્ટ આવે છે઼ માવો ઈઝીલી ના મળે તો મીલ્ક પાઉડર બેસ્ટ ઓપ્શન છે Bhavna Odedra -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#cookpad#cookpadindia#foodforlife1527 ઇ બુકમાં કાલા જામુનનુ નામ આવ્યું એટલે બનાવવાનું મન થયું. મલાઈની છાશમાંથી પનીર બનાવ્યું . કાલાજામમાં માવો પણ વપરાતો હોય છે. પરંતુ ઘરમાં હતો નહી. તો મિલ્ક પાઉડરનો ઉપયોગ કરી કાલા જામુન બનાવ્યા... બહુ સરસ બન્યા. Sonal Suva -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week_3#cookpad_gu#cookpadindiaમેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે. Chandni Modi -
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#week3#EB#cookpad#cookpadindia#cookpadguj#dessertકાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે. Mitixa Modi -
સ્ટફ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3કાલા જાંબુ પનીર, મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં ઇલાયચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. Archana Parmar -
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala jamun recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 9 Payal Mehta -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ.... Vaishali Thaker -
-
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3#kalajamun#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
કાલા જાંબુ (Kala Jamun Recipe In Gujarati)
આ એક માવો અને પનીરથી બનતી મિઠાઈ છે. આ વાનગી ગરમ તેમજ ઠંડી પણ ખાઈ શકાય છે આ વાનગી બનાવવા માં સહેલી અનેઝડપથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ કાલા જાંબુ#EB#Week3કાલાજાબુ Tejal Vashi -
-
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
કાલા જામુન
આમ, જોવા જઈએ તો કાલા જામુનને ગુલાબજાંબુની જેમ જ બનાવવામાં આવે છે. ગુલાબજાંબુમાં સ્ટફિંગ ભરવામાં આવતું નથી અને તેને સોનેરી રંગના તળવામાં આવે છે જ્યારે કાલાજામુન બનાવવામાં પનીર તથા રવાનો ઉપયોગ કરવામાં આવે છે.અને એને થોડો વધુ વખત તળી કાળો રંગ આવે ત્યાં સુધી તળાવમાં આવે છે. જેથી ઉપર નું પડ થોડું સખત થાય. પણ એ અંદરથી એકદમ સૉફ્ટ હોય છે.આજે મેં કાલાજામુન બનાવ્યા છે. બહુ જ સરસ બન્યા હતા. જેથી તમારી સાથે રેશિપી શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
પનીર કાલા જામૂન (Paneer Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3 આ કાલા જામૂન પનીર નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. સરસ બન્યાં છે. Buddhadev Reena -
-
-
-
-
-
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#trend#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન. Dipika Bhalla -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)