કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાજુ
  2. 1/4 કપડુંગળી ની પેસ્ટ
  3. 1 કપટામેટાં ઝીણા સમારેલા
  4. 1 ટી સ્પૂનજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4 ટી સ્પૂનહળદર પાઉડર
  7. 2 ટેબલ સ્પૂનઘી
  8. 1 ટી સ્પૂનબટર વઘાર માટે
  9. 2લવિંગ
  10. 1તજ નો ટુકડો
  11. 1 ટી સ્પૂનધાણજીરુ પાઉડર
  12. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  13. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  14. 1 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  15. 1 ટેબલ સ્પૂનબટર સબ્જી માં
  16. 1 કપરેડ મખની ગ્રેવી (home made)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં ઘી ગરમ કરી આખા કાજુ ઉમેરી મિક્સ કરી ગોલ્ડન બ્રાઉન કલર ના કાજુ થાય ત્યાં સુધી સાંતળો. પછી તેને બાજુ માં કાઢી લો.

  2. 2

    એક પેનમાં ઘી અને બટર લઈને ગરમ કરી લવિંગ, તજ, તમાલપત્ર અને જીરું ઉમેરી ડુંગળી ની પેસ્ટ અને ટામેટાં ને સાંતળવું. પેનમાં ડુંગળી અને ટામેટાં સંતળાઈ જાય એટલે ઘી સાઈડ માં દેખાશે

  3. 3

    હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી તેમાં મખની રેડ ગ્રેવી (Homemade) ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની ધીમી આંચ પર ગ્રેવીમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં રોસ્ટેડ કાજુ ઉમેરી મિક્સ કરી લો. ને તેને ઢાંકી ને કુક થવા દો. હવે તેમાં કિચન કિંગ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ગ્રેવી વધારે થીક નથી કરવાની. જરૂર હોય તો ગરમ પાણી ઉમેરી શકાય

  5. 5

    હવે તેમાં ગ્રેવી થીક થવા લાગે ત્યારે ફ્રેશ ક્રીમ, બટર ઉમેરી મિક્સ કરી લો. હવે બધું મિક્સ કરી ગેસ બંધ કરી લો.

  6. 6

    તૈયાર છે કાજુ બટર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes