કેરીનેા છુંદો અને મુરબ્બો (Keri Chhundo / Murabba Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#EB
#week4

ગુજરાતની ઓળખ ❤️

આ રેસીપી મારા મમ્મી એટલે કે મારા સાસુ એ શીખવેલી છે. તેમનો છુંદો હંમેશા પરફેક્ટ માપ અને ટેક્ષચર વાળો હોય છે. ક્યારેય ખરાબ , કાળો કે ટેક્ષચર અને સ્વાદમાં ફેરફાર થયો નથી🙏🏻

કેરીનેા છુંદો અને મુરબ્બો (Keri Chhundo / Murabba Recipe In Gujarati)

#EB
#week4

ગુજરાતની ઓળખ ❤️

આ રેસીપી મારા મમ્મી એટલે કે મારા સાસુ એ શીખવેલી છે. તેમનો છુંદો હંમેશા પરફેક્ટ માપ અને ટેક્ષચર વાળો હોય છે. ક્યારેય ખરાબ , કાળો કે ટેક્ષચર અને સ્વાદમાં ફેરફાર થયો નથી🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩-૫ દિવસ
૨ કિલો
  1. ૧ કિલોકાચી કેરી
  2. ૧+ ૧/૨ કિલો ખાંડ(કેરીથી દોઢી ખાંડ લેવી)
  3. ૫ - ૬ લવિંગ
  4. ૪ - ૫ તજ ના ટુકડાં
  5. ૨ - ૩ ચમચી કાશ્મીરી મરચું
  6. ૨ - ૩ ચમચી લાલ તીખુ મરચું
  7. ૧ ટેબલ સ્પુન અધકચરૂ વાટેલું જીરૂ(વેલણથી વાટવું, પાઉડર ન કરવો)
  8. મીઠું

રાંધવાની સૂચનાઓ

૩-૫ દિવસ
  1. 1

    કેરી ને ધેઈ છાલ કાઢી જીણી છીણીથી છીણી લો. મોટી છીણીથી ન છીણશો.

  2. 2

    આગલા દિવસે સાંજે કેરી છીણીને ખાંડ અને મીઠું નાખી હલાવીને એક રાત ઘરમાં ઢાંકી મુકી રાખો. જેથી આખી રાત રહે તો ખાંડ ઓગળી જાય.ખાંડ ઓગળે પછી જ તડકે મુકવો.

  3. 3

    બીજે દિવસે સવારે તડકામાં સફેદ કપડું બાંધીને મુકો. સાંજે ઘરનાં લઇ લેવો. રાત્રે અને સવારે એમ બંન્ને ટાઇમ હલાવીને મુકવો. જેથી ખાંડ ઓગળી જાય.છુંદો થતાં ૩-૫ દિવસ લાગે છે. આકરા તાપમાં જલ્દી બની જશે.

  4. 4

    ૧ તાર જેવી ચાસણી થાય એટલે છુંદો તૈયાર. તાપમાંથી ઘરમાં લાવીને તરત લાલ મરચું ન નાખશો. છુંદો અને તપેલું ગરમ હોવાથી મરચું નાખશો તો છુંદો કાળો પડી જશે. ૨-૩ કલાક ઠંડુ પડે પછી લાલ મરચું, લવિગ, અધ કચરૂ વાટેલું જીરૂ ને તજ નાખી હલાવી રાત મુકી રાખો.

  5. 5

    સવારે બધા જ મસાલા ભળી ગયા હશે.કાચની બરણીમાં ભરી લો.

    મુરબ્બા માટે મીઠુ ન નાખવું. મસાલામાં ઈલાયચી પાઉડર + પલાળેલું કેસર + તજ લવિંગ નાખો+ જાયફળ પાઉડર

    નોંઘ:મુરબ્બા માટે ખાંડ અને કેરીના છીણની ૧ તારની ચાસણી ગેસ પર પણ કરી શકાય.(તડકો/ ગેસપર બંન્ને રીતે મુરબ્બો થઈ શકે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes