આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week4
#cookpad_Guj

આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
500 gram
  1. 1 કપ(150ગ્રામ)મેથી નાં કુરિયા
  2. 1/2 કપ (100 ગ્રામ)રાઈ નાં કુરિયા
  3. 2 ટેબલ સ્પૂનહિંગ
  4. 1 ટેબલ સ્પૂનહળદર પાવડર
  5. 1/4 કપગરમ સીંગતેલ / સરસિયું તેલ
  6. 1/2 કપડ્રાય રોસ્ટ કરેલ નમક
  7. 2 કપકાશ્મીરી લાલ મરચું પાવડર
  8. 1/2 કપતીખું લાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જારમાં રાઈ ના કુરિયા અને મેથી નાં કુરિયા ને અલગ અલગ જાર માં અધકચરાં પીસી લો.

  2. 2

    હવે એક પહોળા વાસણમાં પહેલા રાઈના કુરિયા નું બહાર થી ગોળ ફરતે લેયર બનાવી લો..ત્યાર બાદ તેની અંદર ની બાજુ મેથી નાં કુરિયા નું લેયર બનાવી લો....તે પછી વચ્ચે હિંગ ઉમેરી ચમચીથી સ્પ્રેડ કરી એનું લેયર બનાવી દો.

  3. 3

    હવે સીંગતેલ ને ધુમાડો નીકળે એટલું તેલ ગરમ કરી એટલે કે તમે રાઈના કુરિયા તેલ મા નાખો ને ઉપર આવી જાય એટલું તેલ ગરમ કરી તરત જ તૈયાર કરેલા કુરિયા ના લેયર પર પહેલા હિંગ પર પછી મેથી નાં કુરિયા પર અને તે પછી રાઈના કુરિયા પર આ ગરમ તેલ ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી 1 કલાક માટે રાખી મૂકો..જેથી તેલ નો વઘાર કુરિયા માં સરસ રીતે બેસી જાય.

  4. 4

    હવે આમાં હળદર પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખું લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી ઉપરથી ડ્રાય રોસ્ટ કરેલું ને ઠંડુ કરેલું નમક ઉમેરી બરાબર મિક્સ કરી લો. (નમક ને ડ્રાય રોસ્ટ કરી ને ઠંડુ કરીને આચાર મસાલા માં ઉમેરવાથી મસાલા માં ભેજ લાગતો નથી ને મસાલો બગડવાનો ભય રહેતો નથી) ત્યાર બાદ તેને કાચની એરટાઇટ બરણી માં ભરી લો.

  5. 5
  6. 6

    હવે આપણો આચાર મસાલો તૈયાર છે. આ મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ મા ઉપયોગ મા લઈ સકાય છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes