આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week4
#PS

ઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર ના
મસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તો
બહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપરાઈ ના કુરીયા
  2. ૧/૪ કપમેથી ના કુરીયા
  3. ૨ મોટી ચમચીતેલ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૨ ચમચીહિંગ
  6. ૧ નાની ચમચીવરિયાળી
  7. ૧ નાની ચમચીમરી
  8. ૧ નાની ચમચીધાણા
  9. ૨ મોટી ચમચીરેશમ પટ્ટો લાલ મરચું
  10. ૨ મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. ૧ મોટી ચમચીશેકેલું મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાઈના અને મેથીના કુરીયાને સાફ કરીને મિક્ષરમાં અધકચરા સહેજ ક્રશ કરો પાઉડર નથી કરવાનો અને બંને ને અલગ અલગ ક્રશ કરો એક સ્ટીલના વાસણમાં(કથરોટ લેવી) બહારની સાઈડરાઈના કુરીયાઅંદર મેથીના કુરીયાઅને હિંગ આ રીતે રાખો(મીઠું પણ સાથે લઇ શકાય)

  2. 2

    તેલને એકદમ સરસ વરાળ નીકળે એવું ગરમ કરો (ચેક કરવા મેથી ના ૧-૨ કુરીયા નાખવાના જો તરત તતડીને ઉપર આવે તો સમજવું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે)હવેતેલનેનીચે ઉતારી ૧-૨ મિનીટ વરાળ આવતી ઓછી થાય ત્યાં સુધી ઠંડુ કરો પછી એને હિંગ અને મેથીના કુરીયા પર એડ કરી વઘારને ઢાંકી દો (તેલનવશેકું રહેવું જોઈએ)

  3. 3

    વઘાર ઠરે ત્યાં સુધી મીઠાને એક કડાઈમાં સહેજ શેકી લો (એક કે બે મિનિટમાટે) હવે વઘાર નવશેકો ગરમ હોય ત્યારે તેમાં હળદર એડ કરી મિક્ષ કરી લો. (હિંગ ની સાથે એડ કરવી હોય તો પણ કરી શકાય)હું પછી જ કરું છું. આ મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ એમાં બંને મરચા અને શેકેલું મીઠું ઉમેરી મિક્ષ કરી લો.વરિયાળી,મરી,આખા ધાણા પણ ઉમેરી દ્યો,

  4. 4

    તો તૈય્યાર છે અથાણાનો મસાલો જે પારંપરિક રીતે જ બનાવેલ છે ઘર નો બનાવેલો અથાણાં નો મસાલો ઉપયોગ માટે તૈયાર છે અને ડબ્બામાં ભરીને ફ્રીજમાં આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો.બહાર પણ સારો રહે છે. વઘાર ઠરે પછી જ મરચું એડ કરવું તો મસાલાનો કલર સરસ આવો લાલ રહેશે, બંને મરચા એડ કરવા થી કલર અને તીખાશ સારું આવે છે આટલા મસાલા માંથી ૧ કિલો કેરી નું અથાણું બની શકશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes