કિચન કિંગ મસાલો

Sonal Karia
Sonal Karia @Sonal
શેર કરો

ઘટકો

  1. 1 ચમચો ચણાની દાળ
  2. 1 ચમચો અડદની દાળ
  3. 1 ચમચો ધાણા
  4. 1 ચમચો જીરું
  5. 1 ચમચીમરી
  6. 1 ચમચીલવિંગ
  7. 1 નંગમોટો એલચો
  8. 7 નંગનાની ઇલાયચી
  9. 1બાદિયાન /સ્ટાર ફુલ
  10. 1નાનું પીસ જાયફળ
  11. જાયફળ જેટલી જ જાવંત્રી
  12. 5 - 6 નંગ લાલ સુકા મરચા
  13. 1ચમચો કસૂરી મેથી
  14. 1/2 ચમચી મેથી
  15. 1/2 ચમચી અજમો
  16. 1/2 ચમચી kalonji
  17. 1/2 ચમચી ગાર્લિક પાઉડર
  18. 1/2 ચમચી સૂંઠ પાઉડર
  19. 1/2 ચમચી હળદર
  20. 1/2 ચમચી હિંગ
  21. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળની એક નોન-સ્ટીક પેનમાં લઈ લાલ થાય પછી અડદ દાળ ઉમેરી બંને સાથે રેડ બ્રાઉન શેકી લેવી પછી તેને ઠંડી કરવા મૂકવી ત્યારબાદ ફરી એ જ કડાઈમાં ધાણા જીરુ

  2. 2

    સૂકા લાલ મરચાં એલચો ઇલાયચી મરી જાય ફળ મેથી અજમો kalonji વગેરે એક પછી એક ઉમેરતા જવા અને છેલ્લે કસૂરી મેથી ઉમેરી સેકી ઠંડું પડવા દેવું

  3. 3

    પછી તેને મિક્સરમાં લઈ તેમાં મીઠું લસણ નો પાઉડર હળદર હિંગ સૂંઠનો પાઉડર ઉમેરી સરખું ક્રશ કરી લેવું

  4. 4

    તૈયાર છે આપણો કિચન કિંગ મસાલો પંજાબી શાકમાં ઉમેરવાથી શાક નો ટેસ્ટ એકદમ વધી જાય છે રૂટિન શાકમાં પણ સરસ લાગે છે આ મસાલામાં તમે કલોંજી અને ગાર્લિક પાઉડર ન ઉમેરો તો તમે આ મસાલાને જૈન શાકમાં પણ ઉમેરી શકશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes