દુધી કોફ્તાનું શાક

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 500 ગ્રામદુધી(એક કપ દુધી નુ છીણ થશે)
  2. જરૂર પ્રમાણે મીઠું
  3. 1/2 કપ ચણાનો લોટ
  4. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
  5. 1/2 ચમચી આદુ ની પેસ્ટ
  6. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  9. 1/4 ચમચી મરી પાઉડર
  10. 1/4 ચમચી આમચૂર પાઉડર
  11. તળવા માટે તેલ
  12. ગ્રેવી બનાવવા માટે
  13. 2 નંગમોટા ટામેટા
  14. 1 નંગ મોટી ડુંગળી
  15. લીલા મરચા (આ ત્રણે વસ્તુ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવી)
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર કાશ્મીરી
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  19. 1/2 ચમચી હળદર
  20. 1/2 ચમચી આદુની પેસ્ટ
  21. 1/2 ચમચી લસણની પેસ્ટ
  22. 2 ચમચીઘીઅને એક ચમચી તેલ
  23. 1/2 કપ પાણી
  24. 1 કપફેટેલુ દહીં
  25. 1તમાલપત્ર
  26. 2 લવિંગ
  27. ૧ નાનો ટુકડો તજ
  28. ૧ ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને ખમણી લેવી અને તેમાં મીઠું નાખીને બે મિનિટ રહેવા દેવું પછી તેને કોટનના કપડામાં લઈને તેનું બધું જ પાણી કાઢી લેવું અને આ પાણી રહેવા દેવું અને તે ગ્રેવીમાં વાપરવું

  2. 2

    હવે એક બાઉલમાં દૂધીનું છીણ લઈ એની અંદર લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર શેકેલા જીરાનો પાઉડર આદુ અને મરચાની પેસ્ટ નાંખી ચણાનો લોટ ઉમેરી કોફતા નું મિશ્રણ તૈયાર કરવું જો તમને મિશ્રણ ઢીલુ લાગે તો તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરવો પણ વધારે લોટ નો ઉમેરો

  3. 3

    પછી તેલવાળો હાથ કરી કોફતા વાળી કોફતા ને ગરમ તેલમાં મીડીયમ to low flame ઉપર ગોલ્ડન બ્રાઉન તળી લેવા

  4. 4

    હવે ગ્રેવી બનાવવા માટે એક પેનમાં અને તે લઈ તેમાં તમાલપત્ર તજ લવિંગ અને ઈલાયચી નાખી એક મિનિટ માટે સોતે કરવું

  5. 5

    પછી તેમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખી બરાબર સાંતળો પછી તેમાં ટામેટા ડુંગળી અને મરચા ની પેસ્ટ નાખી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું શેકેલા જીરાનો પાઉડર અને જરૂર પ્રમાણે મીઠું નાખી બધા મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવું

  6. 6

    હવે તેમાં ફેટેલુ દહીં નાખી સતત તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું પછી તેમાં દુધી માંથી કાઢેલું પાણી નાખીમિક્સ કરી જરૂર જણાય તો ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી તેની અંદર કોફતા ઉમેરી ઢાંકીને આઠથી દસ મિનિટ અથવા તો ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી કુક દેવું

  7. 7

    કોકતા ને જ્યારે સર્વ કરવું હોય એ પહેલાં જ ઉમેરવા અગાઉથી ઉમેરવા નહીં

  8. 8

    શાકને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes