પનીર દાળ ઢોકળી (Paneer Dal Dhokli Recipe In Gujarati)

Deepa Ramchandani
Deepa Ramchandani @deeparamchandani

પનીર દાળ ઢોકળી (Paneer Dal Dhokli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1+1/2 કપ ઘઉંનો લોટ
  2. 1/3 કપબેસન
  3. 100 ગ્રામપનીર
  4. 3 ચમચીલાલ મરચું પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીઅજમો
  7. 6 ટેબલ સ્પૂનતેલ
  8. 5-6લીલાં મરચાં
  9. થોડાક લીલા ધાણા
  10. 2ઝીણી સમારેલી ડુંગળી
  11. 2 ચમચીધાણાજીરું પાઉડર
  12. 2ઝીણા સમારેલા ટામેટા
  13. 1/2 ચમચી ચાટ મસાલો
  14. 1 ચમચીહળદર
  15. 3 ટેબલ સ્પૂનશીંગદાણા
  16. 1/3 કપતુવેરની દાળ
  17. 1/2 ચમચીમરી પાઉડર
  18. 1/4 કપગોળ
  19. 1/2 ચમચીહિંગ
  20. 1 ચમચીરાઈ
  21. 3લવિંગ
  22. 1 ટુકડોતજ
  23. 1/2 ચમચીજીરૂ
  24. 3આખા લાલ મરચાં
  25. 1/2 ચમચીદાળ શાકનો ગરમ મસાલો
  26. 1/2 ચમચીશેકેલા જીરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ અને બેસન મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ એક ચમચી મીઠું 1/2 ચમચી અજમો 1/2 ચમચી હળદર ૧ ચમચી લાલ મરચું પાઉડર 3 ટેબલ સ્પૂન મોણ માટે તેલ ઉમેરી જરૂરિયાત પ્રમાણે પાણી લઇ લોટ બાંધવો લોટની મીડીયમ કઠણ બાંધવો અને 1/2કલાક માટે ઢાંકીને રાખો ત્યારબાદ તેની નાની સાઇઝની પૂરી વણવી

  2. 2

    પુરણ માટેનો મસાલો તૈયાર કરવા માટે 100 ગ્રામ પનીર લેવું તેને છીણ કરી એક બાઉલમાં કાઢી લો તેમાં ૩ ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરવા, બે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી, થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવા, 1/2 ચમચી મરી પાઉડર, 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ધાણાજીરું પાઉડર, 1/2 ચમચી ચાટ મસાલો બધું બરાબર મિક્સ કરી લો ત્યારબાદ આ પૂરણને વડેલી નાની સાઇઝની પૂરી ઉપર 1/2 ચમચી જેટલું મૂકો. પછી તેને ફોટો માં બતાવ્યા મુજબ વાળીને બંધ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેની બંને કિનારી ભેગી કરીને એકબીજા સાથે ચોંટાડો અને ફોટો માં બતાવ્યા પ્રમાણે તેનો આકાર આપો બધી જ પનીર ઢોકળી આ રીતે બનાવી લો

  4. 4

    તુવરની દાળને 2 કલાક પલાળી તેને બાફી લો બાકી વખતે તેમાં એક કપ પાણી ઉમેરી 1 લીલું મરચું ઉમેરવું થોડીક હળદર ઉમેરવી અને એક ચમચી જેટલું તેલ ઉમેરવું અને ૪થી ૫ લગાવી દાળ બફાય જાય એટલે તેને બ્લેન્ડરથી ક્રશ કરી લેવી ત્યારબાદ દાળને વઘાર કરી લેવો કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેમાં વઘાર માટેની સામગ્રી ઉમેરવી ૧ નાની ચમચી રાઈ 1/2 ચમચી જીરૂ 1/2 ચમચી હિંગ ત્રણ આખા લાલ મરચાં તજ અને લવિંગ ઉમેરવા ત્યારબાદ એક વાટકીમાં થોડું પાણી લઈ એમાં 1/2 ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાઉડર અને દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું

  5. 5

    પાઉડર ઉમેરી મસાલાની પાણી સાથે પેસ્ટ બનાવી તે પેસ્ટ અને વઘારમાં ઉમેરો તરત જ તેને હલાવો ત્યારબાદ તેમાં થોડાક શીંગ દાણા ઉમેરો અને તેની પણ મિક્સ કરો ત્યારબાદ ટામેટાં ઝીણા સમારીને ઉમેરો સ્વાદ મુજબ થોડુંક મીઠું ઉમેરો અને ધીમા તાપે વઘારને ચડવા દો ટામેટું ચડી જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરો જરૂર પૂરતું દાળમાં પાણી ઉમેરો અને દાળને ઉકળવા દો. 1/4 કપ જેટલો ગોળ ઉમેરો

  6. 6

    ઉપર આપણે જે ઢોકળી બનાવીને રાખી છે તેને એક કડાઈમાં પાણી ગરમ કરી પાણી સારી રીતે ઉકડી જાય પછી તેમાં પનીર ઢોકળી ઉમેરી પાંચ મિનિટ માટે ફુલ ગેસ ઉપર બાફી લેવી. પાંચ મિનિટ માટે 1/2કાચી-પાકી બાફવી પછી તેને પાણીમાંથી કાઢી લેવી. કાઢીને તરત જ તેને વઘાર કરેલી ઉકળતી દાળમાં ઉમેરવી

  7. 7

    ત્યારબાદ તેને દાળ સાથે પાંચથી સાત મિનિટ માટે મીડીયમ તાપે ચડવા દેવી પનીર ઢોકળી ચડી જાય એટલે તેની ઉપર દાળ શાકમાં થોડો ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરવા

  8. 8

    પનીર દાળઢોકળી તૈયાર છે સ્વાદમાં નંબર વન છે એકવાર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Ramchandani
Deepa Ramchandani @deeparamchandani
પર

ટિપ્પણીઓ

Similar Recipes