રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#EB
# Week 5
વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે.

રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)

#EB
# Week 5
વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 કલાક +15 મિ.
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામ - રંગુલી વાલ
  2. વાલ બાફવા માટે સ્વાદ મુજબ મીઠુ
  3. 4-5 ચમચી- તેલ
  4. 1 ચમચી- રાઈ
  5. 1 ચમચી- અજમો
  6. ચપટીહિંગ
  7. 2 નંગ- કાશ્મીરી લાલ મરચાં
  8. 1 ચમચી- હળદર
  9. 2 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  10. 1+1/2 ચમચી - ધાણા જીરૂ પાઉડર
  11. 1/2 ચમચી- દાળ - શાક નો મસાલો
  12. 5-6 ટુકડા- આંબલી
  13. 1/4 વાટકી - ગોળ
  14. સ્વાદ મુજબ મીઠુ
  15. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

8 કલાક +15 મિ.
  1. 1

    સૌથી પહેલા રંગુલી વાલ ને 8 કલાક પલાળી પછી કુકર માં મીઠુ નાંખી બાફી દો.4 વિસેલ થાય પછી ગેસ બંધ કરી દો. ત્યાર બાદ બીજી સામગ્રી પણ રેડી કરી દો.આંબલી પણ પલાળી દો.

  2. 2

    હવે એક તાવડી માં તેલ લઇ રાઈ, હિંગ, અજમો, લાલ મરચાં નાંખી હળદર, કાશ્મીરી મરચું પાઉડર નાંખી થોડું પાણી નાંખી ઉકળે પછી આંબલી ગોળ નું પાણી નાંખી ઉકળવા દો.

  3. 3

    થોડી વાર પછી તેમાં બાફેલા વાલ નાંખી તેમાં ધાણાજીરું અને દાળ - શાક નો મસાલો નાંખી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો. તો રેડી છે ચટાકેદાર વાલ નું શાક. સર્વ કર્યું છે....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes