વેજ દમ બિરયાની વિથ વેજીટેબલ રાઇતું (Veg Dum Biryani Recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
4 persons
  1. ભાત માટે
  2. 1& 1/2 કપ બાસમતી ચોખા
  3. 1 ટુકડોતજ
  4. 1 નંગતમાલપત્ર
  5. 3 નંગઇલાયચી
  6. 1 ટેબલ સ્પૂનમીઠું
  7. 1.5 લિટરપાણી
  8. વેજીટેબલ માટે
  9. 1 કપફલાવર મોટા પીસ માં કાપેલા
  10. 3/4 કપગાજર મોટા પીસ માં કાપેલા
  11. 3/4 કપફણસી મોટા પીસ માં કાપેલી
  12. 1/2 કપવટાણા
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1/2 ટી સ્પૂનમીઠું
  15. 2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. 1/2 ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  17. 1/2 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  18. 2 નંગલીલા મરચાં કાપેલા
  19. 1 ટુકડોતજ
  20. 3 નંગઇલાયચી
  21. 1 ટી સ્પૂનજીરુ
  22. 1/2 કપફુદીનો
  23. 3/4 કપમોળું દહીં
  24. 2 ટેબલ સ્પૂનકેસર વાળું દૂધ
  25. 1/2 કપતેલ
  26. 1 કપકાંદાને પાતળી સ્લાઈસમાં કાપેલા
  27. રોટલી નો લોટ બાંધેલો
  28. વેજીટેબલ રાયતા માટે
  29. 1 કપદહીં
  30. 1/4 કપગાજર
  31. 1/4 કપકેપ્સીકમ
  32. 1/4 કપટામેટાં
  33. 1/4 કપકાકડી
  34. 1/2 ટી સ્પૂનખાંડ
  35. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  36. 1/4 ટી સ્પૂનસંચળ
  37. 1/4 ટી સ્પૂનમીઠું
  38. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  39. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બેથી ત્રણ વખત ધોઈ પછી ચોખ્ખા પાણીમાં 30 મિનિટ પલાળવા.

  2. 2

    કાંદાને પાતળી સ્લાઈસમાં કાપી લો. હવે એક તવીમાં કપ તેલ ગરમ મૂકી તેમાં કાંદાને તળી લો (બ્રાઉન કલરના) કાદાં તળીને તૈયાર થઈ જાય એટલે તેને એક વાટકામાં લઈ લેવા. (બાકીનું તેલ જે વધે તે જ સબ્જીમાં વાપરવાનું છે).

  3. 3

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું તેમાં તમાલપત્ર તજ ઇલાયચી અને મીઠું ઉમેરી પાણી ઉકાળવું. પાણી ઊકળે પછી તેમાં 1 ટેબલ સ્પૂન તેલ (કાંદા તળેલું) અને ચોખા ઉમેરી ચોખાની રાંધવા. 80% ચોખા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી ભાતને એક ચારણી માં લઇ લેવા.(ચોખા રાધેલું પાણી રાખવું).

  4. 4

    હવે એક બાઉલમાં ફ્લાવર, ફણસી, ગાજર, મીઠું,હળદર,લાલ મરચું પાઉડર, તજ, ઇલાયચી,જીરુ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ,લીલા મરચાં,ફુદીનો અને દહીં નાખી મિક્સ કરી લેવું.

  5. 5

    હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ(કાંદા તળેલું)લઈ ગરમ કરવું. પછી તેમાં મેરીનેટ સબ્જી અને વટાણા,અને તળેલા કાદાં નાખવા. અને 5 મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળો. પછી તેમાં રાંધેલો ભાત પાથરી દેવો તેની ઉપર કેસરવાળું દૂધ,1/2 કપ ભાત રાંધેલું પાણી, તળેલા કાંદા,તેલ (કાદાં તળતા જે વધ્યુ હોય તે બધું 1 થી 2 ચમચી), અને થોડા ફુદીનાના પાન મુકવા.

  6. 6

    હવે પેન ની બોર્ડર પર રોટલી નો લોટ લગાડી તેનું ઢાંકણ ફીટ બંધ કરી દેવું અને 15 મિનિટ ધીમી આંચ પર તવી ઉપર રાખવું. 15 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. 20 મિનિટ પછી ઢાંકણને ખોલવું.

  7. 7

    બિરયાની ને હલકા હાથથી ઝારાના મદદથી મિક્સ કરવી.

  8. 8

    હવે રાઈતા માટે ગાજર,કેપ્સીકમ, કાકડી, ટામેટુ અને કોથમીરને ઝીણી સમારી લેવી. પછી આ બધું બાઉલમાં લઈ તેમાં દહીં,ખાંડ,મીઠું,શેકેલું જીરૂ પાઉડર,મરી પાઉડર અને સંચળ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  9. 9

    હવે સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ બિરયાની ને રાયતા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (20)

VAISHAKHI SHUKLA
VAISHAKHI SHUKLA @cook_30468582
Mind blowing dish, worth the time and energy spent, and healthful too super yummy preparation

Similar Recipes