વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
શેર કરો

ઘટકો

  1. ભાત માટે
  2. 1 કપબાસમતી ચોખા
  3. 1 ટુકડોતજ
  4. 2 નંગઈલાયચી
  5. 2 નંગલવિંગ
  6. 1 ટેબલ સ્પૂનમીઠું
  7. 1.5લીટર પાણી
  8. વેજિટેબલ બનાવવા
  9. 1 કપમિક્સ વેજીટેબલ (ફ્લાવર વટાણા ગાજર બટાકા કેપ્સીકમ)
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  12. 1 ટેબલ સ્પૂનબિરિયાની મસાલો
  13. 1/2 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  14. 1/2 કપફુદીનો
  15. 3/4 કપદહીં
  16. 1/2 કપતેલ
  17. 1/2 ટી સ્પૂનહિંગ
  18. 2 ટેબલ સ્પૂનકેસર વાળું દૂધ
  19. રોટલી નો લોટ બાંધેલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બેથી ત્રણ વખત ધોઈ ચોખ્ખા પાણીમાં 30 મિનિટ પલાળવા.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકવું તેમાં તજ ઈલાયચી મીઠું નવીન ઉમેરી પાણી ઉકાળવું ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી રાંધવા થોડા ચોખા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે એક બાઉલમાં તેલ ઉમેરી તેમાં હિંગ ઉમેરી મિક્સ વેજીટેબલ ઉમેરો ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ હળદર મીઠું ફુદીનો લાલ મરચું પાઉડર બિરિયાની મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    હવે એક પેનમાં તેલ લઇ તેના પર બાફેલા શાકભાજી મૂકી તેના પર રાંધેલો ભાત પાથરી દેવો ત્યારબાદ કેસરવાળું દૂધ ઉમેરી ફરી ભાત ઉમેરી તેના પર ફુદીનાના પાન મુકવા.

  5. 5

    હવે પણ ની બોર્ડર પર રોટલી નો લોટ લગાડી તેનું ઢાંકણું ફીટ બંધ કરી દેવું અને 15 મિનિટ ધીમી આંચ પર રાખો ત્યારબાદ 20 મિનિટ પછી ઢાંકણ ખોલવું તૈયાર છે વેજ દમ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

ટિપ્પણીઓ

Similar Recipes