કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#EB
#week6
#Fam
કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામકારેલા
  2. 1કાજુ
  3. 2 મોટી ચમચીતેલ
  4. 1 ચમચીજીરૂ
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  9. 4 ચમચીસમારેલો ગોળ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા ને ધોઈને કોરા કરી લો. કારેલાંને છોલીને લાંબી સ્લાઈસ માં કટ કરી લો. એક બાઉલમાં કારેલા માં મીઠું નાખી મિક્સ કરી લો. 20 મિનિટ રહેવા દો.

  2. 2

    નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં કાજુ ને બદામી કલર ના તળી લો. પછી સાઈડમાં મુકી દો. પેનમાં જીરું અને હિંગનો વઘાર કરો પછી હળદર એડ કરો.

  3. 3

    કારેલાને હાથથી દબાવીને પાણી કાઢી પેનમાં એડ કરી હલાવી લો.પછી જરૂર મુજબ મીઠું એડ કરો. ધીમી ફલેમ પર શાક ને કુક થવા દો. શાક થઈ જાય પછી તેમાં ધાણા જીરું અને ગોળ એડ કરો.

  4. 4

    શાકમાં ગોળ ઓગળી જાય પછી તેમાં તળેલા કાજુ અને મરચું એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવો બે-ત્રણ મિનિટ માટે થવા દો. કાજુ કારેલા નું શાક સર્વ કરવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes