કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)

ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે.
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ ને ધોઈ ને મીઠું લગાવી ૧૦ મિનિટ બાજુ માં રાખો.પછી તેમાં થી પાણી નીચોવી ઉકળતા પાણીમાં નાખી ને બહાર કાઢી લઈ ઠંડી થાય એટલે મિક્ષચર જાર માં કાઢી તેમાં ગોળ,દહીં,મીઠું,હળદર,આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી કર્શ કરી લો.
- 2
હવે,ઘઉં અને ચણા ના લોટ ને બાઉલમાં મિક્સ કરી,તેલ નું મોણ દહીં તેમાં બનાવેલી કારેલા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવો ને થોડીવાર માટે રાખી મૂકો.
- 3
ત્યારબાદ ઢોકળિયાં માં પાણી મુકી ગરમ કરવા રાખી ને ડીશ ને તેલ લગાવીને ઢોકળિયાં માં મૂકો.
- 4
લોટ મસળી ને મુઠીયા મનપસંદ આકાર આપી ને વરાળ થી બાફી લો.ઠંડા પડે એટલે કાપી ને રાખો.
- 5
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે હીંગ ને લીલા મરચાં ના કટકા ને તલ ઉમેરી હલાવીને કાપેલાં મુઠીયા ઉમેરી હલાવીને કડક થવા દો...તૈયાર છે "કારેલા ની છાલ ના મુઠીયા".
- 6
મોજ થી આરોગી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)
#EB#FAM#WEEkEND કારેલા નું શાક જયારે બને ત્યારે તેની છાલ માં થી આપણે ગુજરાતીઓ મોટા ભાગે મુઠીયા બનાવીએ...અમારે ત્યાં કારેલા ની છાલ માં થી થેપલા બને...બીજી ઘણી વાનગીઓ સરસ બને પણ મને થેપલા વિશેષ ગમે...તો ચાલો મારા FAMILY માં બનતી એક વાનગી "કારેલા ની છાલ ના થેપલા" હું આજે અહીં મુકી રહી છું Krishna Dholakia -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
#MAમમ્મી ના હાથ ની તો દરેક વસ્તુ મીઠી જ લાગે પણ કારેલા કડવા હોવા છતા કારેલા ની છાલ ના મુઠીયા પણ મને મીઠા લાગે.... મારી અને મારી મમ્મી ની આ પ્રિય વાનગી છે...તમે લોકો પણ જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation.. Dr. Pushpa Dixit -
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
કારેલા ની છાલ અને કાચી કેરી ના મુઠીયા (Karela Chhal Raw Mango Muthia Recipe In Gujarati)
#WEEK6#MBR6#cookpadindia#cookpadGujarati Krishna Dholakia -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
કેળા ની મસાલા કઢી (Banana Masala Kadhi Recipe In Gujarati)
#mr અમારે ત્યાં ઉનાળામાં શાક ની માથાકૂટ હોય ત્યારે અચુક આ કઢી બનાવીએ. HEMA OZA -
કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)
#CWT જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો. Bina Mithani -
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા એક એવી વાનગી છે જે ઘરે ઘરે બને છે..તે મોટાભાગે ગૃહિણીઓ ની આગવી સુઝમાંથી ઉતપન્ન થયેલી વાનગી છે.તમે તેમાં જેટલું ઇચ્છો એટલું ટ્વીસ્ટ મૂકી શકો છો..આજે હું સવાર ના વધેલા ભાત માંથી બનતા રસિયા મુઠીયા લાવી છું .જેને તમે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી પણ કહી શકો છો.. Nidhi Vyas -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
કારેલા ના મુઠીયા
કારેલાની છાલ માંથી મેં આજે મુઠીયા બનાવ્યા છે એકદમ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો.#વિકમીલ૩#માઇઇબુક Kapila Prajapati -
ગાજર મસાલા મુઠીયા (Gajar Masala Muthiya Recipe In Gujarati)
#Fam અમારે ઘર માં બધા ને આવા જ મુઠીયા ભાવે અવાર નવાર બનાવીએ Bhavna C. Desai -
મેથીની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe in Gujarati)
#GA4 #week19 આ મુઠીયા ખુબજ પોષ્ટિક છે .જેમાં રાગી,ઘઉં,બાજરો,જુવાર,ઠોકળા નો કરકરો લોટ મિક્સ હોવાથી સ્વાદ માં પણ સરસ ને પોસ્ટિક બને છે.#GA4#week19 Jayshree Chotalia -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
ગુજ્જુ સ્પેશીયલ મુઠીયા(Muthiya Recipe In Gujarati)
આખા વિશ્ચ માં જાણીતા આપણે ગુજરાતીઓ વખણાયે છીએ આપણા સ્વાદિસ્ટ ભોજન અને ખુશમિજાજ સ્વભાવ માટે. એમાં પણ આજે મેં બનાવ્યા છે આપણી વિષેશ વાનગીઓ માંથી ફેમસ દૂધી નાં મુઠીયા જે એમ તો બધા નાં ઘરમાં બનતા હોય પણ અલગ અલગ રીત થી બને છે. મેં પણ આમાંની એક રીત થી બનાવ્યા છે. Bansi Thaker -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (2)