ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#EB
#Cookpadindia
#Cookpadgujrati
ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે.

ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)

#EB
#Cookpadindia
#Cookpadgujrati
ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યકિત
  1. ફ્રાઈસ બનાવવા માટે ⬇️
  2. 4-5 નંગમોટી સાઈસનાં બટેકા
  3. 2-3 ચમચીચીલી ફ્લેક્સ
  4. 3 ચમચીચાટ મસાલો
  5. જરૂર મુજબ તેલ (ડીપ ફ્રાય કરવા માટે)
  6. સેન્ડવીચ નો સોસ બનાવવા માટે ⬇️
  7. 3 ચમચીસેઝ્વાન ચટણી
  8. 2 ચમચીમેયોનિઝ સોસ
  9. 2-3 ચમચીટોમેટો કેચઅપ
  10. 2 ચમચીસેન્ડવીચ સ્પ્રેડ સોસ
  11. 5-6 ચમચીપ્રોસેસ ચીઝ
  12. 2-3 ચમચીબટ્ટર
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. 2 ચમચીચાટ મસાલો
  15. 1/2 ચમચીઓરેગાનો
  16. વેજીટેબલ ⬇️
  17. 2 નંગડુંગળી
  18. 1 નંગકોપ્સિક્મ
  19. 1 નંગટોમેટો
  20. જરુર મુજબ પોટેટો ફ્રાઈસ
  21. 1 નંગકાકડી
  22. જરુર મુજબ કેબેજ પાન (એક સેન્ડવીચ મુજબ 1 પાન)
  23. સેન્ડવીચ માટે બ્રેડ ⬇️
  24. 200 ગ્રામબ્રાઉન બ્રેડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્રાઈસ માટે ⬇️
    4 થી 5 નંગ મોટી સાઈસનાં બટાકા ની છાલ કાઢી, લાંબી અને મિડીયમ થીકનેશમા કાપી લેવા. પાણીમાં 3 થી 4 વાર ધોઈ લેવા. જેથી તેમાંનો સ્ટાર્ચ રિમુવ થશે.
    ત્યાર બાદ કોટન કાપડ પર મૂકી ડ્રાય કરવાં.

  2. 2

    એક પેન માં જરૂર મુજબ તેલ ગરમ કરી ધીમી આંચ પર ફ્રાય કરવા. (40%) જેટલા ફ્રાય કરી થોડા થંડ થયા પછી ફ્રીજમાં 10 મિનીટ રેસ્ટ આપો.
    રેસ્ટ આપ્યાં બાદ ફરીથી એજ પેનમાં તળી લેવાં.ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે ગૅસ બંધ કરી દો.
    આમ 2 વાર તેલ માં પોટેટો ફ્રાઈસ તળવાથી crispy બનશે.અને રંગ પણ સરસ આવશે.
    હવે ફ્રાઈસ તળીને રેડી છે. તેનાં પર ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠુ, અને ચીલી ફ્લેક્સ જરૂર મુજબ મિક્સ કરો.

  3. 3

    સેન્ડવીચ બનાવવા માટે ⬇️
    સૌ પ્રથમ ઘટક માં બતાવેલ પ્રમાણે બધા વેજીટેબલsસ પાણીમાં ધોઈને સ્વચછ કરીને રાઉન્ડ શેપમાં કટ કરવાં.

  4. 4

    સોસ બનાવવા માટે ⬇️
    ઘટકમાં બતાવેલ પ્રમાણે સામગ્રી એ માપ અનુસાર લો.અને સોસ બનાવો.

  5. 5

    હવે બ્રાઉન બ્રેડ લેવાં. તેનાં પર રેડી કરેલ સોસ, વેજિટેબ્લ્સ પાથરવા, પોટેટો ફ્રાઈસ પાથરવા, ઉપરથી ચાટ મસાલો,ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, અને જરુર મુજબ ચીઝ નાખી બ્રેડ ને કવર કરી દો. આ મુજબ બધી સેન્ડવીચ રેડી કરવી.
    ત્યાર બાદ નોન્સિટ્ક પેન પર બટર 2ચમચી નાંખી ગરમ કરી તેનાં પર સેન્ડવીચ બંને બાજુ રોસ્ટ કરો.(ગૅસ ની ફ્લેમ સ્લો). 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો.
    સેન્ડવીચ રેડી છે.

  6. 6

    રેડી કરેલ ફેંચ ફ્રાઈસ સેન્ડવીચ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes