ચોકલેટ સ્ટ્રોબેરી કેક(Chocolate Strawberry Cake Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યકિત માટે
  1. 1 કપમેંદો
  2. 60 ગ્રામબટર
  3. 200 ગ્રામમીલ્ક મેડ
  4. 80 મીલી સાદી સોડા
  5. 2 ચમચી કોકો પાઉડર
  6. 1 ચમચીફુલ ભરીને બેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. 1 ચમચી વેનીલા એસેન્સ
  9. ગાર્નિશીંગ માટે
  10. 200 ગ્રામ વ્હીપ કિમ
  11. 2 ચમચીસ્ટ્રોબેરી ક્રશ
  12. 2 ડ્રોપએકવા બ્લ્યુ કલર ક્રીમ મા નાખવા માટે
  13. જરૂર મુજબકેક ટોપર માટે ચોકલેટ ના કલરીંગ ફલાવર
  14. 1/2 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો, બેકિંગ સોડા,બેકિંગ પાઉડર, કોકો પાઉડર બે ત્રણ વખત ચાળી ને બાજું મા રાખો.

  2. 2

    એક બાઉલમાં બટર અને મીલ્ક મેડ લો. ને બીટર થી બીટ કરો એક દમ ફેટાઇને કલર ચેંજ થાય પછી તેમા થોડો થોડો મેંદો ઉમેરતાં જાવને હલાવતા જવું. સાથે સોડા વોટર પણ ઉમેરતાં જવું ને બીટ કરવું. બધું બરાબર મીક્ષ થઇ જાય એટલે ડસ્ટ કરેલા કેક મોલ્ડ મા એડ કરો ને પ્રિ હીટેડ ઓવન મા 160 ડીગ્રી તાપમાન માં 30 મીનીટ માટે બેક કરો. કેક બનાવવા માટે બધી જ વસ્તુઓ રુમ ટેંપરેચર ની જ વાપરવી. જેથી રીઝલ્ટ સારું આવે.

  3. 3

    કેક બે ત્રણ કલાક ઠંડી થઈ જાય એટલે વચ્ચે થી કટ કરી ને ત્રણ પાટ કરવા.

  4. 4

    વ્હીપ કિમ બીટ કરી તે મા તમને ગમતો કલર એડ કરવો. ન કરો તો પણ ચાલે.

  5. 5

    કેક બોર્ડ પર કેકની એક સ્લાઇડ મુકી તેના પર બે ચમચી જેટલું ખાંડ સીરપ છૂટવું. પછી તેના પર વ્હીપ કિમ પાથરવુ, તેના ઉપર સ્ટ્રોબેરી ક્રશ એક ચમચી જેટલું પાથરવુ. પછી કેક ની બીજી સ્લાઇડ મુકવી ફરી આ જ પ્રોસેસ કરવી. તમે જેટલી સ્લાઇડ કરી હોય તે મુકાઇ જાય એટલે કેક ને વ્હીપ કિમ થી કવર કરી લેવી. ઉપર મનગમતી ચોકલેટ થી ડેકોરેશન કરવું. મે વ્હાઇટ ચોકલેટ ના કલરીંગ ફલાવર બનાવીને મુકયા છે.

  6. 6

    કેક તૈયાર થાય એટલે ચાર પાંચ કલાક ફીઝ મા સેટ થવા દો પછી તેનો ઉપયોગ કરો.

  7. 7

    તો તૈયાર છે આપણી સરસ મજાની અને બનાવવામા સાવ ઇઝી ચોકલેટ સ્ટ્રોબેરી કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes