ચીઝ મકાઈના પટ્ટી સમોસા (Cheese Makai Patti Samosa Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week7
આજે બાળકોને ભાવતા, 😋 જલ્દીથી ખાઈ લે તેવા કિડ્સ સ્પેશ્યલ સમોસા. અને વેસ્ટ માંથી બેસ્ટ ઉપયોગ જ્યારે આપણે પટ્ટી સમોસા બનાવતા હોય છે એના માટે જે રોટલી બનાવેલી હોય છે તેને આપણે પટ્ટો કાપતાં બંને કિનારે માંથી જે નાની-નાની પટ્ટી બચે છે તેનો ઉપયોગ કરીને આ કિડ્સ સ્પેશ્યલ સમોસા બનાવવામાં આવ્યા છે. મોટાની સાથે નાના બાળકો પણ રાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2બાફેલીમકાઈના દાણા
  2. 3લીલા મરચાની પેસ્ટ
  3. કોથમીર
  4. 1 tspચીલી ફ્લેક્સ
  5. 1tspઓરેગાનો
  6. 1કેપ્સિકમ
  7. 100પ્રોસેસ ચીઝ ખમણેલું
  8. મોજરેલા ચીઝ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તળવા માટે તેલ
  11. સમોસા પટ્ટી બનાવતા વધેલી નાની નાની સાઈડ ની પટ્ટી ઓ
  12. 2 ચમચીમેંદો લઈ બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા તો તેલ અને સમોસાની પટ્ટી જે તૈયાર છે તેના સિવાયની બધી જ સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો.

  2. 2

    પછી સાઈડમાં તેલ ધીમા તાપે ગરમ કરવા માટે રાખો ત્યાં સુધીમાં સમોસાની પટ્ટી તૈયાર છે તેનામાં આપણે મસાલો ભરી લઈએ.તો તે પટ્ટી ને આપણે જે મોટા સમોસા બનાવતી વખતે જેવી રીતના પટ્ટીને વાણી છે તેવી જ રીતે વાળવાનો અને તેને શંકુ આકાર આપી અને તેમાં મસાલા અને ફિલ્ડિંગ ભરી દેવાની અને તેને મેંદાની લઇ લગાવી અને પછી તેને હાથથી દબાવી દેવાનું.

  3. 3

    આવી જ રીતના બધા સમોસા તૈયાર કરી લેવાના અને પછી તેને તેલમાં તળી લેવા ના પછી બાળકોને ભાવતા મનપસંદ કેચપ કે સોસ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes