ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati )

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

45 minutes
4 persons
  1. 1 કપછીણેલું પનીર
  2. 1 કપછીણેલુ પ્રોસેસ ચીઝ
  3. 1/2 કપdiced ચીઝ
  4. 1/2 કપમકાઈ(કાચી જ લેવી)
  5. 1/2 કપસમારેલી કોથમીર
  6. 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 1 ટેબલ સ્પૂનમરચાની પેસ્ટ
  8. 1 ટી સ્પૂનસફેદ મરીનો પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તળવા માટે તેલ
  12. ૩ ચમચીમેંદો
  13. 1પેકેટ તૈયાર સમોસા ની પટ્ટી

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પનીર,ચીઝ, મકાઈ, કેપ્સીકમ,કોથમીર,લીલા મરચાની પેસ્ટ,સફેદ મરીનો પાઉડર, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  2. 2

    મેંદા માં પાણી ઉમેરી ને લય તૈયાર કરી લેવી. હવે સમોસા ની પટ્ટી ને ત્રિકોણ કોન બનાવી સટફીંગ ભરી સમોસુ વાળી કિનારી પર લય લગાવી સમોસા તૈયાર કરી લેવા.

  3. 3

    હવે સમોસાને ગરમ તેલમાં તળી લેવા. અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા. આ સમોસા ફ્રીઝરમાં 5 દિવસ સ્ટોર કરી શકાય છે.

  4. 4

    મેં સમોસા ને સોસ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes