પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.
દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..
આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે.

પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)

ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.
દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..
આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
નાસ્તા માટે
  1. ૧ કપફ્રેશ લીલા વટાણા
  2. ૨ નંગગાજર
  3. ૪ નંગબટાકા
  4. મસાલા માં.
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૩ નંગલાલ મરચા ની કતરણ
  8. ચમચો લીંબુ નો રસ
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. ચમચા લીલા ધાણા
  11. વઘાર માં.
  12. ૨ ચમચીતેલ
  13. ૧ ચમચીજીરૂ,હિંગ,હળદર મિક્સ
  14. પડ માટે.
  15. ૧ કપમેંદો અને ઘઉં નો મિક્સ લોટ
  16. ૨ ચમચા તેલ મોણ માટે
  17. ૧ ચમચીમીઠું
  18. ૧ ચમચો લીંબુ નો રસ
  19. જરૂર મુજબ નવશેકું પાણી,કણક બાંધવા
  20. લઈ બનાવવા માટે.
  21. ૨ ચમચા મેંદો
  22. ૪-૫ ચમચા પાણી
  23. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર અને બટેટાને નાના ટુકડા માં કાપી લો,મટર ને છોલી લો,સરખી રીતે ધોઈ ને steam કરી લો.

  2. 2
  3. 3

    હવે લોટ માં મોણ, મીઠું, લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાણી થી નરમ લોટ બાંધી ૧૦ મિનિટ નો rest આપો,અને એક વાટકી માં મેંદો લઈ જરૂર મુજબ પાણી એડ કરી સેમી થીક ખીરા જેવી સ્લરી બનાવી લો..(સમોસા ના પડ ને ચોંટાડવા)

  4. 4
  5. 5

    વેજીસ બફાઈ જાય એટલે તેને કપડાં પર કોરા કરી લો,હવે પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી ઉમેરી વેજિસ એડ કરી દો, મીઠું, હળદર, લાલ મરચાંની કતરણ,ધાણા, મરી પાઉડર અને લીંબુ નો રસ નાખી હલાવી ૩-૪ મિનિટ સુધી સાંતળી નીચે ઉતારી ઠંડુ કરી લો.

  6. 6
  7. 7
  8. 8

    લોટ ને rest આપ્યા બાદ રોટલી જેવડા લુવા કરી લો, બે પડી રોટલી કરીએ એવી રીતે પડ બનાવી કપડાં માં ઢાંકી રાખો.

  9. 9
  10. 10
  11. 11

    હવે એક પડ ના બે ભાગ કરી,એક ભાગ ને લઈ થી ચોંટાડી શંકુ આકાર બનાવી તેમાં પૂરણ ભરી ઉપર પાછી સ્લરી લગાડી છેડા ને ચોંટાડી દો..આમ બધા પડ માં મસાલો ભરી સમોસા તૈયાર કરો.

  12. 12
  13. 13

    તેલ ને ગરમ કરવા મૂકો. એકદમ ગરમ થઇ જાય પછી ગેસ ધીમો કરી સમોસા ને half fry કરી લો અને ટીશ્યું થી ઢાંકી દો..જો બધા ના તળવા હોય તો half fry કરેલા સમોસા ને પ્લાસ્ટિક ના ડબ્બા માં સમોસા રેપ કરી ને મૂકી દો..
    જ્યારે ખાવા હોય ત્યારે ફરીથી તેલ માં સારી રીતે તળી ને ઉપયોગ માં લેવા.

  14. 14
  15. 15

    તો ક્રિસ્પી પંજાબી પટ્ટી સમોસા તૈયાર છે,
    અહી મેં લીંબુ ના પીસિસ અને ચા સાથે સર્વ કર્યા છે,જે રીતના ભાવે એ રીતે ખાઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes