રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#MS
મકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

#MS
મકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
છ વ્યક્તિ માટે
  1. 200 ગ્રામસફેદ વટાણા
  2. 50 ગ્રામછોલે ચણા
  3. 4 નંગકાંદા
  4. 4 નંગટામેટા
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ચમચીહળદર અડધી
  8. પેટીસ બનાવવાની સામગ્રી
  9. 1 કિલોબાફેલા બટાકા
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. ૨ ચમચીલીંબુનો રસ
  13. 1/2 કપ ચણાનો લોટ
  14. તેલ ૪ ચમચા
  15. પેટીસ શેકવા માટે તેલ
  16. ખજૂર આમલીની ચટણી
  17. લીલુ લસણ અને ધાણા ની ચટણી
  18. સૂકા લસણ ની લાલ ચટણી
  19. મીઠું દહીં
  20. ઝીણા સમારેલા કાંદા
  21. સેવ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ વટાણા અને ચણાને આઠ કલાક પલાળી રાખો પછી તેને બાફી લો એકદમ પરફેક્ટ બફાઈ જાય તેનું ધ્યાન રાખવું

  2. 2
  3. 3

    હવે પેટીસ માટે એક પેનમાં બાફેલા બટાકા મિક્સ કરીને તેમાં મીઠું આદુ મરચા અને લીંબુનો રસ તથા કોથમીર નાખીને મિક્સ કરો હવે ચણાના લોટને તેલથી મિક્સ કરીને બટાકાના માવામાં મિક્સ કરો હવે તેની પેટીસ વાળી ને નોનસ્ટીક પેન પર શેકવા મૂકો બરાબર શેકાય જાય ત્યાં સુધી થવા દો

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં હિંગ નાખો આદુ મરચાની પેસ્ટ નાખો હવે તેમાં કાંદા અને ટામેટાની પેસ્ટ નાખીને સાંતળો ગ્રેવી થાય અને તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા ચણા અને વટાણા મિક્સ કરો અને જરૂર પૂરતું પાણી નાખો હવે તેને બરાબર ઉકળવા દો તેમાં મીઠું મિક્સ કરો

  5. 5

    બરાબર ઉકળી જાય એટલે એક ડીશ માં પેટીસ મૂકો તેના ઉપર ગરમાગરમ રગડો સર્વ કરો હવે તેના પર ખજૂર આમલીની ચટણી લીલી ચટણી લસણ ની લાલ ચટણી અને દહીં ઉપરથી નાખીને સર્વ કરો હવે તેના પર સેવ અને કાંદા નાખો તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes