તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#MRC
#cookpadindia
#cookpadgujarati

આ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદૂધ
  2. 1 ચમચીજેટલું પાણી
  3. 2 સ્પૂનચાની ભૂકી
  4. 1/4 ચમચીચા નો મસાલો
  5. 4-5 સ્પૂનખાંડ
  6. 1નાનો કટકો આદુ
  7. 2 નંગઆખી ઇલાયચી
  8. 2ડાળખી ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લેવી. એક વાસણ મા દૂધ લઇ ગેસ પર મૂકી ચા ની ભૂકી, ખાંડ, ઈલાયચી, ફૂદીનો અને ચા નો મસાલો ઉમેરવો. ઉકળવા દેવું.

  2. 2

    ઉકળે એટલે આદુ છીણી ને ઉમેરો. ચા ઉકાળો. ઉકળી જાય એટલે ગાળી લો....
    ચા બનતા જે સમય લાગે તે દરમ્યાન બાજુ ના ગેસ પર માટલી ને તપાવવા મૂકી દેવી...માટલી ને પાણી થી ધોઈ ને તડકા માં સૂકવી ને પછી ઉપયોગ માં લેવાંથી પરિણામ સારું મળશે.

  3. 3

    એક માટી ની કુલડી ને ગેસ પર એકદમ ગરમ કરો. માટલી ને ચારેબાજુ અને અંદર થી ખુબ તપાવ્યા પછી તેનો રંગ બદલી જશે....ગરમ થઇ જાય એટલે એક મોટા બાઉલમાં ગરમ માટીની કુલડીમુકો અને તેમાં ચ્હા સાચવીને રેડી દો... તો તૈયાર છે તંદૂરી ચ્હા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes