કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#RC1
Yellow Recipe
કાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો.

કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)

#RC1
Yellow Recipe
કાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ બાઉલ પૌઆ
  2. ૧ નંગસમારેલુ બટાકુ
  3. ૨ નંગસમારેલી ડુંગળી
  4. ૩ ચમચીશીંગદાણા
  5. ૧૦-૧૨ લીમડાના પાન
  6. ૧ ચમચીરાઈ
  7. ચપટીહીંગ
  8. ૧ ચમચીહળદર
  9. ૨ ચમચીખાંડ
  10. ૧ ચમચીજીણા સમારેલા કોથમીર મરચા
  11. ૪ ચમચીતેલ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. લીંબુનો રસ ટેસ્ટ મુજબ
  14. સેવ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પેનમા તેલ લઈ તેમા રાઈ નાખો. રાઈ તતડે એટલે શીંગદાણા, લીમડાના પાન અને હીંગનો વઘાર કરો.

  2. 2

    તેમા બટાકા અને હળદર, મીઠુ નાખી સાતળો. બટાકા ચડે છેે ત્યા સુધીમા પૌવાને પાણીથી સરસ ધોઈ લો.

  3. 3

    હવે બટાકા થોડા ચડી ગયા હશે તેમા કાંદા ડુંગળી નાખી સાતળી લો. બટાકા ચડી જાય એટલે તેમાં પલાળેલા પૌવા, મીઠુ, હળદર, ખાંડ નાખી સરસ મીકસ કરી લો.

  4. 4

    છેલ્લે તેમા લીંબુનો રસ, ધાણા મરચા નાખી સરસ મીકસ કરી લો. તો તૈયાર છે કાંદા બટાકા પૌવા. તેની ઉપર તળેલા શીંગદાણા અને સેવથી ગાનીૅૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes