કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)

#EB
#Week9
#cookpadindia
#cookpadgujarati
#onionpakoda
#bhajia
#bhajiya
કાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે.
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB
#Week9
#cookpadindia
#cookpadgujarati
#onionpakoda
#bhajia
#bhajiya
કાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા ને છોલી, ધોઈ ને વચ્ચે થી કાપી ને બે કટકા કરી લો. બંને કટકા ને પાતળી સ્લાઈસ માં કાપી લો અને હાથ વડે બધી સ્લાઈસ ને છૂટી કરી લો.
- 2
હવે ઉપર જણાવેલ બધા મસાલા (બેસન, કોર્ન ફ્લોર, અને તેલ સિવાય) કાંદા ની સ્લાઈસ માં ઉમેરી ને હાથ વડે બરાબર મિક્સ કરી લો. (હજમો હાથ થી મસળી ને નાખવો). ત્યારબાદ તેમાં બેસન અને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો. પાણી નો ઉપયોગ બિલકુલ કરવાનો નથી કારણ કે કાંદા માંથી પાણી છૂટું પડશે એનાથી જ બાંધો આવી જશે. કાંદા ભજી નું બેટર તૈયાર છે.
- 3
એક પેન માં તેલ ગરમ કરો. હવે એક વાટકી માં પાણી લો. તેમાં આંગળીઓ ડીપ કરી ને ભજી નું બેટર લઇ ને ગરમ તેલ માં તળવા માટે બેટર ના ડમ્પલીંગ મુકો. તેલ માં ડમ્પલીંગ ફેલાવી ને મુકવા. ભજી તળવા મુક્તી વખતે ગેસ સ્લો ફ્લેમ ઉપર રાખો. ત્યારબાદ ભજી નું પડ સેટ થાય ત્યારે જ તેને ઉથલાવો અને મીડીયમ ફ્લેમ ઉપર બંને બાજુ ગોલ્ડન બ્રોવન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેને કિચન ટોવેલ ઉપર વધારા નું તેલ નિતારવા માટે મુકો.
- 4
મહારાષ્ટ્ર સ્ટાઇલ ગરમા ગરમ ક્રિસ્પી કાંદા ભજી તૈયાર છે. તેને લીલી ચટણી, કેચપ, તળેલા લીલા મરચાં તથા ચા-કોફી સાથે સર્વ કરો. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.
Similar Recipes
-
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
કાંદા ભજી (મોનસુન રેસીપી)
વરસાદની સિઝન છે. આ સિઝનમાં બધાને જ ભજીયા ખાવા નું ખૂબ જ મન થાય છે તો આજે આપણે બનાવીશું મુંબઈ નુ street food કાંદા ભજી. કાંદા ભજી મતલબ ડુંગળીના ભજીયા આ ગરમાગરમ કાંદા ભજી ચા અને ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ૩ Nayana Pandya -
ઓનિયન ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#RC1#EB#week9 ભજીયા બારોમાસ નાનાં - મોટા બધાનેજ ભાવે. પણ વધારે મઝા તો વરસાદ માં ખાવાની આવે. એમાં પણ ઓનિયન એટલે કે કાંદા નાં ભજીયા મળી જાય તો પૂછવુંજ શું ! Asha Galiyal -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
આ મુંબઈ નું પોપ્યુલ રોડસાઈડ સ્નેક છે જેને મુંબઈ માં કાંદા ભજી ના નામ થી ઓળખાય છે. વરસાદ ની મોસમ માં ગરમ ગરમ કાંદા ભજી ખાવા ની બહુ જ મજા આવે છે.#EB#wk9 Bina Samir Telivala -
કુરકૂરા કાંદા ભજીયા(Kurkura kanda bhajiya recipe in Gujarati)
#MW3આ ભજીયા ખાસ તો મુંબઈ ના ફ્રેમશ છે. પણ મારી રીત મુજબ બનાવાસો તો તમારા કાંદા ભજીયા પણ મુંબઈ ના જેવાજ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો જરૂર બનાવાજો. Manisha Desai -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
મુંબઈ સ્ટાઇલ કાંદા ભજી (Mumbai Style Kanda Bhaji Recipe In Gujarati)
ચોમાસાની સિઝનમાં ગરમાગરમ ભજીયા ખાવાની મજા કંઇક અલગ હોય છે મેં અહીં બટેટાના ભજીયા અને મુંબઇના સ્પેશિયલ કાંદા ભજી બનાવ્યા છે.. Miti Mankad -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ પડે એટલે આપણને ચા, કોફી સાથે ભજીયા યાદ આવે. આમ તો સામાન્ય પણે આપણે કાંદા, બટાકા, મરચાં, ટામેટાં, રતાળુ ના ભજીયા અને મેથી ના ગોટા ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે મમરાં ના પકોડા પ્રસ્તુત કર્યાં છે. શું તમે ક્યારેય ટ્રાઈ કર્યા છે? મમરાં ના પકોડા બનાવવા ખુબ જ સરળ છે અને એની સામગ્રી ઘર માં આરામથી મળી રહે છે. તે ઝટપટ બની પણ જાય છે અને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. એટલે વરસાદ બંધ થઇ જાય એ પહેલાં ફટાફટ મમરા ના પકોડા બનાવી લો અને વરસાદ ની સાથે પકોડા નો આનંદ માણો! જો તમે રોજિંદા બનતા ભજીયા થી કંટાળ્યા હોઉ તો મમરા ના પકોડા જરૂર ટ્રાઈ કરો. Vaibhavi Boghawala -
પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
#સાઈડ#પાપડચુરી#રાજસ્થાન#પોસ્ટ1મુંબઈ ના ઝવેરી બજાર ની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ભગત તારાચંદ ની આ સિગ્નેચર સાઈડ ડીશ છે. જુદા જુદા શહેરો માં એમની ઘણી બધી શાખાઓ છે. મેં પેહલી વાર આ ડીશ મુંબઈ ના ઘાટકોપર સ્થિત R City Mall માં ભગત તારાચંદ ની રેસ્ટોરન્ટ માં ખાધી હતી ત્યાર થી મને અને મારા પરિવાર ને ખુબ જ ભાવતી થઇ ગઈ છે. હવે તો સુરત માં પણ તેઓની એક શાખા ખુલી ગઈ છે। અમે જ્યારે સુરત જઈએ ત્યારે ત્યાંની એક મુલાકાત અચૂક પણે લઈએ છીએ. અહીં પ્રસ્તુત રેસિપી ભગત તારાચંદ ની સિગ્નેચર રેસિપી ને ફોલો કરી ને બનાવી છે.પાપડ ચુરી એક પરંપરાગત રાજસ્થાની અને મારવાડી સાઇડ ડિશ છે જે ભોજન સાથે પીરસવામાં આવે છે. તેને સાંજના નાસ્તા તરીકે પણ ચા સાથે સર્વ કરવા માં આવે છે. તે મૂળભૂત રીતે ઘી, ડુંગળી અને લાલ મરચું પાઉડર સાથે ચુરેલા પાપડનું મિશ્રણ છે. આ વાનગીની ઘણી જુદી જુદી ભિન્નતા છે - કેટલાક લોકો ટામેટાં અથવા ભુજિયા સેવ અથવા તળેલી ડુંગળી ઉમેરવાનું પસંદ કરે છે. આ રેસિપી એટલી સરળ છે કે 10-12 મિનિટ માં તૈયાર થઇ જાય છે. Vaibhavi Boghawala -
-
લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)
સવારે ઠંડી માં નાસ્તા માં આ ભજીયા ચા સાથે ખાય શકાય છે.#GA4#Week11#SpringOnion Shreya Desai -
કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)
ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે#goldenapron3Week 18#Besan Shreya Desai -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpadindia#cookpadgujarati#alusev#sevવિકિપીડિયા અનુસાર, આલુ ભુજિયા સૌ પ્રથમ વાર 1877 માં મહારાજા શ્રી ડુંગર સિંહના શાસન દરમિયાન રાજસ્થાનના બીકાનેર શહેરમાં બનાવવા માં આવી હતી. હવે તે આખા ભારતમાં લોકપ્રિય નાસ્તો બની ગઈ છે અને ઘણી બ્રાન્ડ્સ દ્વારા તેનું વેચાણ થાય છે. જોકે બ્રાન્ડ પ્રમાણે તેનો રંગ, ટેક્સચર અને સ્વાદ માં ભિન્નતા જોવા મળે છે.આલૂ સેવ ને ભુજિયા પણ કહેવામાં આવે છે. તે બટાકા, ચણાનો લોટ અને મસાલાથી બનેલો પરંપરાગત ક્રિસ્પી નાસ્તો છે. તેમાં ચોખા નો લોટ ઉમેરવા થી વધારે ક્રિસ્પી લાગે છે અને ઓઈલી બિલકુલ નથી લગતી.અહીં પ્રસ્તુત આલૂ સેવ માં મેં ફુદીના નો અને ગાર્લિક નો ફ્લેવર આપ્યો છે જે સ્વાદ માં ખૂબજ ચટાકેદાર લાગે છે. Vaibhavi Boghawala -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya recipe In Gujarati)
મારા કુટુંબમાં દરેકને ચપટી સ્વાદિષ્ટ ડુંગળી ભજીયા ખાવાનું પસંદ છે. મેં મારા નાના ભાઈ માટે રાંધ્યું કારણ કે તેને ખૂબ જ પસંદ છે. #ફટાફટ Nidhi Patel -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week9બટકાપુરી કે કતરીના ભજીયા એ ફ્રાઈડ આઈટમ માં ખવાતી તેમજદરેક ભજીયા માં સૌથી વધુ જાણીતી વાનગી છે.ખુબજ સીમ્પલ અને ઝટપટ બની જાય એવી છે.ચટણી અને સોસ સાથે ખૂબજ સરસ લાગે છે. NIRAV CHOTALIA -
સ્પ્રિંગ ઓનિયન ચીલા(Spring Onion Chilla Recipe in Gujarati)
#GA4#Week11#greenonion#લીલીડુંગરી#cookpadindia#cookpadgujarati#ચીલા#Chilla#Pooda#પૂડાસ્પ્રિંગ ઓનિયન એ વિટામિન સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે. તેમ જ ફાઇબર અને વિટામિન એ અને બી 6, થાઇમિન, ફોલેટ અને ખનિજો (પોટેશિયમ, કોપર, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન) નો સ્રોત પણ છે. આમાં તેલ નું પ્રમાણ ઓછું હોવા થી ખૂબ જ હેલ્થી રેસીપી છે.સ્પ્રિંગ ઓનિયન ચીલા ને અમે ચોળા ની દાળ ના પૂડા પણ કહીયે છીએ. સ્પ્રિંગ ઓનિયન ને બદલે સૂકા કાંદા નો પણ ઉપયોગ કરી શકાય છે. શિયાળા માં લીલું લસણ પણ નાખી શકાય છે જે નાખવા થી ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ગરમા ગરમ ખાવા ની મજા પડે છે.હું આ ચીલા મારા મમ્મી પાસે થી શીખી છું. મારા દીકરા ને આ ચીલા ખૂબ જ ભાવે છે અને તે નાનીઝ પૂડાં તરીકે ઓળખે છે. Vaibhavi Boghawala -
મારું ભજીયા (Maru Bhajiya Recipe In Gujarati)
#September#MyFirst Recipe ભજીયા પૂર્વ આફ્રિકા માં નાસ્તા માં ખુબ જ ખવાય છે.ખાસ કરીને કેન્યા માં.આ ભજીયા ની ખાસિયત એ છે કે તે ક્રિસ્પી હોય છે. Khushali Vyas -
ક્રિસ્પી કાંદા ભજિયાં (onion bhajiya Recipe In Gujarati)
#contest#snacksહમણાં વરસાદ ની સીઝન છે અને એમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે આપડે ક્રિસ્પી કાંદા ભજિયાં બનાવીએ. Bhavana Ramparia -
ક્રિસ્પી ઓનિયન ભજીયા (Crispy onion bhajiya recipe in Gujarati)
વરસાદની સિઝનમાં આપણને બધાને જ ભજીયા ખાવાની મજા આવે છે. આ કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને એનું ફીડબેક આપશો.#વીકમીલ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11 spicequeen -
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
-
ડુંગળીના ભજીયા (Onion Bhajiya recipe in Gujarati)
#GA4#Week11#greenonion લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે. તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (39)