રબડી (Rabdi Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#RC2
#Week2
આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે.

રબડી (Rabdi Recipe In Gujarati)

#RC2
#Week2
આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ્સ
2 વ્યક્તી માટે
  1. રબડી પાઉડર અનાવવા માટે:
  2. 50 ગ્રામબદામ
  3. 50 ગ્રામકાજુ
  4. 50 ગ્રામપિસ્તા
  5. 50 ગ્રામફોલેલા અખરોટ
  6. 50 ગ્રામમગજતરી
  7. 30 ગ્રામઇલાયચી
  8. 25 ગ્રામસુંઠ
  9. 2 ચમચીગંઠોડા (આખા)ના હોય તો પાઉડર પણ લાઇ શકો છો
  10. 10-15દાણા મરી
  11. 8-10 નંગપીપર
  12. 3-4 નંગજાવીનત્રી
  13. 25 ગ્રામખસખસ
  14. 2 નંગજાયફળ
  15. 20 ગ્રામચારોળી
  16. 5-6 નંગશિંગોડા
  17. 1 ગ્રામકેસર
  18. રબડી બનાવવા માટે:
  19. 2 ચમચીઘી
  20. 2 ચમચીરબડી પાઉડર
  21. 2 ચમચીખાંડ..તમને જેટલું ગણપણ ફાવે તેટલુ... બવ ગળ્યું સારું ને
  22. 250-300 ગ્રામજેટલું દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ હાર્ડ વસ્તુ...સીંગોડા, સૂંઢ,મરી,પીપર, ગંઠોડા,જાયફળ,જાવીનત્રી,ઇલાયચી બધું મિક્ષી માં વાટી લેવુ.

  2. 2

    ત્યાર બાદ બાકીની વસ્તુ..કાજુ,બદામ,પિસ્તા, ચારોળી,અખરોટ, ખસખસ,મગજતરી. બધું વતી લેવું.ત્યાર બાદ બંને મિક્સ કરી તેમાં કેસર ઉમેરવું.

  3. 3

    બધું બરાબર મિક્ષ કરી ને એરટાઈટ બોટલ માં ભરી લેવી.

  4. 4

    રબડી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન માં 2 ચમચી ઘી મૂકી 2 ચમચી રબડી પાઉડર નાખવો.2-3 મિનીટ્સ શેકવા દેવો.

  5. 5

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું. 2-3 ચમચી જેટલું ખાંડ નાખવી.5-7 મિનીટ્સ ઉકળવા દેવુ..

  6. 6

    તૈયાર છે આપણી પોસ્ટિકતા થી ભરપૂર એવી રબડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes