ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વેસ્ટ
#ફ્યુઝન
ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)

#વેસ્ટ
#ફ્યુઝન
ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
2 વ્યક્તિ
  1. ઘેવર માટે
  2. 1 કપમેંદો
  3. 1/2 કપદહીં (ચિલ્ડ)
  4. 1/3 કપઘી
  5. 5-6આઈસ્ ક્યૂબસ્
  6. 1 ચમચીબેસન
  7. 1/2 લિટરપાણી(એકદમ ચીલ્ડ લેવું)
  8. તેલ/ઘી તળવા માટે
  9. ગુલકંદ રબડી માટે
  10. 1 લિટરદૂધ
  11. 3 ચમચીગુલકંદ
  12. 1/4 કપખાંડ
  13. 1 ચમચીઘી
  14. 3-4ઈલાયચી નો ભુક્કો
  15. કેરેમલાઇઝ નટસ્
  16. 2 ટેબલ સ્પૂનખાંડ
  17. થોડું પાણી (1/2 ચમચી)
  18. 1 ચમચીબદામ (કટ કરેલી)
  19. 1 ચમચીપિસ્તા (કટ કરેલા)

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પેહલા ઘેવર બનાવી લેવાના. એના માટે મિક્સર જાર માં પેહલા ઘી,દહીં અને બરફ ના ટુકડા લઈ ફેટી લો.હવે એમાં થોડો થોડો મેંદો ઉમેરો સાથે પાણી ઉમેરી લો ને મિક્સી માં ફેટી લો. (પાણી 1/2 લેવાનું છે બંને વખત થોડો મેંદો અને થોડું પાણી એ રીતે મિક્સી માં મિક્સ કરી લેવાનું)
    *બાકી નો મેંદો અને પાણી ઉમેરી ફરી મિક્સી ચલાવી લો હવે એમાં 1 ચમચી બેસન ઉમેરી ગરી મિક્સ કરી લો. હવે ઘેવર માટે નું બેટર તૈયાર છે. બેટર ને સોસ ભરવાની બોટલ આવે એમાં ઉમેરી ફ્રિજ માં મૂકી દો. (તળવા માટે ઘી /તેલ ગરમ કરીએ ત્યાં સુધી)

  2. 2
  3. 3
  4. 4

    હવે ઘેવર તળવા માટે તેલ/ઘી ગરમ કરવા મૂકી દેવાનું. હવે તેલ ગરમ થતા તેમાં થોડું બેટર ઉમેરી ચેક કરી લેવાનું તેલ બરાબર ગરમ છે કે નય. હવે એમાં થોડું થોડું બેટર ઉમેરવાનું. એક સામટું નય ઉમેરવાનું.

  5. 5

    પેહલી વાર બેટર ઉમેર્યા બાદ જે બબલ આવે એ ઓછા થાય પછી બીજું બેટર ઉમેરવાનું એ રીતે બેટર નાખતા જવાનું(ઘેવર જેટલો જાડાઈ માં કરવો હોય એટલું બેટર નાખવાનું)ત્યારબાદ ગોલ્ડન કલર આવતા થોડું ચમચી વડે ઘેવર ને ડીપ કરવાનું જેથી ઉપરનો ભાગ પણ સરસ શેકાય જાય.

  6. 6

    ઘેવર ને એક બાઉલ માં જાળી સ્ટેન્ડ તેના ઉપર મૂકી દેવાના જેથી વધારાનું તેલ નીચે બાઉલ માં આવી જાય.
    *આ રીતે બધા ઘેવર બનાવી લેવાં. અહીં મે ચાસણી નો ઉપયોગ નથી કર્યો કેમ કે ગુલકંદ રબડી માં ઓલરેડી મીઠાસ છે જ.મે અહીં પેરાફીટ બનાવવા માટે નાની તપેલી લઈ તેમાં નાના નાના ઘેવર પણ કર્યા છે.

  7. 7

    હવે ગુલકંદ રબડી બનાવી લઈએ. એક કઢાઈ માં ઘી ચોપડી દૂધ ને ગરમ કરવા મૂકો.દૂધ ને ઉકળવા દેવાનું અને સાથે દૂધ ને થોડી થોડી વારે ચલાવતા રેહવાનું જેથી દૂધ નીચે ચોંટે ના.
    *દૂધ 1/2 થાય જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.હવે ઈલાયચી પાઉડર અને ગુલકંદ ઉમેરીને મિક્સ કરી લો.
    *આ રીતે રબડી તૈયાર થશે. હવે રબડી ને ગેસ પરથી ઉતારી ઠંડી થવા દો. સેટ થવા માટે 1 કલાક ફ્રિજ માં મૂકી દો. કેમ કે આપડે પારફેટ બનાવવા માટે રબડી નું સેટ થવું જરૂરી છે જેથી લેયર બનાઈએ ત્યારે રબડી એક જગ્યા એ સેટલ રહે. અને લેયર સારા આવે.

  8. 8
  9. 9
  10. 10
  11. 11

    હવે કેરેમલાઇઝ નટસ્ બનાવવાં માટે એક પેન ગરમ કરી મિડિયમ ફ્લેમ પર રાખી તેમાં ખાંડ ઉમેરી લો તેમાં થોડું પાણી છાંટી દો જેથી ખાંડ બડે ના. હવે ખાંડ કેરેમલાઇઝ થાય (ગોલ્ડન કલર) પછી તેમાં કટ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્સ કરી લો. હવે એને એક ડિશ માં બટર પેપર રાખી તેના પર કાઢી સ્પ્રેડ કરી લો. ઠંડુ થાય પછી તેમાંથી ટુકડા કરી લો.

  12. 12
  13. 13

    👉🏻ઘેવર ગુલકંદ રબડી પારફેટ બનાવી લઈશું.
    પેહલા લેયર માં નાના ઘેવર મૂકવા બીજા લેયર માં ઠંડી રબડી મૂકવી ત્રીજા લેયર માં બદામ પિસ્તા ની કતરણ મૂકવી પછી પાછા ફરી ઘેવર,રબડી અને છેલ્લે કેરેમલાઇઝ નટસ્ નો એક ટુકડો મૂકવો. રબડી પર નાના નાના ટુકડા કેરેમલાઇઝ નટસ્ મૂકો. તૈયાર છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ.

  14. 14
  15. 15
  16. 16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes