લેમન જીરા રાઈસ (Lemon Jeera Rice Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#RC2
Sunday special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીબાસમતી રાઈસ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. લીંબુ નો રસ
  4. પાણી
  5. ૧-૧/૨ ચમચી દેશી ઘી
  6. તમાલપત્ર
  7. લવીંગ
  8. ૩-૪ આખા મરી
  9. નાનો ટુકડો તજ નો
  10. ૧/૨ ચમચીઆખુ જીરુ
  11. ૭-૮ કાજુ
  12. ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચોખા ૨-૩ પાણી થી ધોઈ લેવા. પછી ચોખા ને ૧/૨ કલાક પલાળી રાખવા.

  2. 2

    ૧/૨ કલાક પછી ચોખા માથી પાણી કાઢી લેવું. અને બીજું ૧ થી ૧-૧/૨ ગ્લાસ પાણી નાંખી મીડીયમ ગેસ પર મુકી ચડવા દેવા. રાઈસ મા મીઠું અને તજ નાંખી ને બાફવા. રાઈસ પુરા કુક થાય એટલું જ પાણી નાખવા નું છે. રાઈસ ૯૦% કુક થઈ જાય ત્યારે તેમાં લીંબુ નો રસ નાખવુ.પછી પાણી બળી જાય અને રાઈસ કંમપ્લીટલી કુક થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકી ને ૧૦ મિનિટ રાખી દેવા.

  3. 3

    ૧૦ મિનિટ બાદ તમે જોશો કે રાઈસ એકદમ છુટ્ટા સરસ કુક થયા હશે. ત્યારબાદ વઘારીયા મા ઘી લેવું. ઘી ગરમ થાય એટલે તેમાં મરી અને લવીંગ નાખવા પછી તમાલપત્ર, જીરુ અને કાજુ નાખવા. આ વઘાર રાઈસ પર રેળીદેવુ. રાઈસ ને મીક્ષ કરી લેવા.

  4. 4

    સર્વીંગ માટે રેડ્ડી છે લેમન જીરા રાઈસ. દાળફ્રાય અથવા રાયતા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes