ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

20 minutes
2 person
  1. 4 નંગમોટા ટામેટાં
  2. 1 નંગનાની સાઈઝ નું ગાજર
  3. 1/2 નંગબીટ
  4. 1/4 ટી સ્પુન મરી પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનખાંડ
  6. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  7. 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  8. 1 ટી સ્પૂનબટર
  9. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ ટામેટા,ગાજર અને બીટ ને ધોઈ લેવા. પછી ગાજર અને બીટ ની છાલ ઉતારી લેવી અને તેને સમારીને કુકર માં ટામેટાં, મીઠું અને પાણી નાખીને 5-6 સીટી વગાડી લેવી.

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે વેજીટેબલ ને પાવભાજી મેસર થી ક્રશ કરી લેવું. અને તેને ચાળણીમાં નાખી દબાવીને ગાળી લેવું.

  3. 3

    હવે એક તપેલીમાં બટર ગરમ કરી તેમાં તમાલપત્ર ઉમેરો. પછી તેમાં ગાળેલો ટોમેટો પલ્પ ઉમેરી ઉકાળો. એક ઊભરો આવે એટલે તેમાં મરી પાઉડર ખાંડ અને ટોમેટો કેચપ ઉમેરી મિક્ષ કરી લેવું. હવે એમાં થોડું ગરમ પાણી ઉમેરવું અને ઉકળવા દેવું.

  4. 4

    હવે એક વાટકીમાં કોર્ન ફ્લોર લેવો. અને તેમાં પાણી ઉમેરી એક સ્લરી બનાવી લેવી. હવે સ્લરી ધીમે ધીમે સુપમાં ઉમેરવી અને હલાવતા રહેવું પછી તેને એક મિનિટ માટે ઊકળવા દેવું અને પછી ગેસ બંધ કરી લેવો.

  5. 5

    હવે તૈયાર સૂપને સર્વિંગ બાઉલમાં લઈને ગરમાગરમ સર્વ કરવો.(બ્રેડ ક્રૂટોન્સ હોય તો તેની સાથે સર્વ કરવા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (15)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
tooo good red colour....😊😊👌🏻👌🏻👌🏻

Similar Recipes