બીટરૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#RC3
Red colour
બીટરૂટ એ રેસીપી માં કલર લાવવા માટે ખૂબ જ સરસ પદાર્થ છે. જે કુદરતી રીતે કલર લાવવા સાથે હેલ્થી પણ છે. અહીં મેં બીટરૂટ ના ઉપયોગ થી રાઈસ બનાવ્યાં છે.

બીટરૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)

#RC3
Red colour
બીટરૂટ એ રેસીપી માં કલર લાવવા માટે ખૂબ જ સરસ પદાર્થ છે. જે કુદરતી રીતે કલર લાવવા સાથે હેલ્થી પણ છે. અહીં મેં બીટરૂટ ના ઉપયોગ થી રાઈસ બનાવ્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ્સ
5લોકો
  1. 4 વાટકીબાસમતી ચોખા
  2. 1 વાટકીબીટરૂટ નું છીણ
  3. 3 ટેબલસ્પૂનઘી
  4. 1 નંગગાજર
  5. 1 નંગબટાકા
  6. 1નાનો ટુકડો તજ
  7. 2 નંગલવિંગ
  8. 1 નંગતમાલ પાત્ર
  9. 5 નંગકાજુ
  10. 8 નંગકીસમીસ
  11. 1/2 ટી સ્પૂનમરચું
  12. 1/4 ટી સ્પૂનહળદર
  13. 2 ટી સ્પૂનબિરયાની મસાલો
  14. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  15. સ્વાદ મુજબ મીઠું
  16. મસાલા માટે
  17. 1 ટેબલસ્પૂનઆખા ધાણા
  18. 1/2 ટી સ્પૂનજીરું
  19. 1નાનો ટુકડો તજ
  20. 2 નંગલવિંગ
  21. 2 નંગમરી
  22. 1 ટેબલસ્પૂનકોપરાનું છીણ
  23. 3 નંગલીલાં મરચાં
  24. નાનો ટુકડો આદુ
  25. 6 નંગલસણ ની કળી
  26. 2 નંગઈલાયચી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ્સ
  1. 1

    બાસમતી ચોખાને સાફ કરી ધોઈ લો. ત્યારબાદ એક તપેલામાં ચાર ગ્લાસ પાણી લઇ ગરમ કરવા મૂકો. પાણીમાં મીઠું, તજ, લવિંગ, ઈલાયચી અને તમાલપત્ર ઉમેરો. પાણી ઉકળે એટલે ચોખા ઉમેરી ચડવા દો. ચડી જાય એટલે થોડી વાર ઢાંકી રાખો. ત્યારબાદ થાળીમાં ફેલાવી લો.

  2. 2

    ગાજર અને બટાકાને છોલી ઝીણાં સમારી પાર બોઇલ્ડ કરી લો. બીટરૂટ ને ધોઈ છોલી છીણી લો.

  3. 3

    મિક્સર જાર માં ધાણા, જીરું, તજ, લવિંગ, મરી, કોપરાનું છીણ, મરચાં, આદુ, લસણ લઇ ક્રશ કરી લો.

  4. 4

    એક કઢાઈમાં ઘી ગરમ કરી એમાં જીરું, તજ, ઈલાયચી ઉમેરો. જીરું તતડે એટલે બીટરૂટ નું છીણ ઉમેરી હલાવો થોડું ચડવા દો. પછી તૈયાર કરેલો મસાલો ઉમેરી સાંતળો.

  5. 5

    હવે એમાં કાજુ ના ટુકડા, કિસમિસ તેમજ બધા મસાલા અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ એમાં થોડું પાણી ઉમેરી ઉકળવા દો. હવે એમાં ભાત ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે ટેસ્ટી અને હેલ્થી બીટરૂટ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes