દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 250 ગ્રામ દેશી દૂધી
  3. 2 ચમચીઆદુ - મરચા લસણની પેસ્ટ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 કપદહીં
  8. 2 ચમચીકોથમીર
  9. 3 ચમચીતેલ(મોણ માટે)
  10. તેલ(થેપલા શેકવા માટે)
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટી કથરોટમાં લોટ લઈ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરી, આદુ- મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.

  2. 2

    હવે તેમાં દુધી છીણી ને ઉમેરવી. હવે તેમાં કોથમીર, દહીં, તેલનું મોણ નાખી લોટ બાંધી લેવો.

  3. 3

    આ લોટને પાંચ-સાત મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે લોટમાંથી લુવા બનાવી, થેપલા ને વણીને, ગેસ પર તવીમાં તેલ લઈ શેકી બંને બાજુ શેકી લેવા.

  4. 4

    હવે આપણા તૈયાર છે મસ્ત દૂધીના થેપલા. આ થેપલા ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes