શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#EB #Week 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામપનીર
  2. 2મોટી સમારેલી ડુંગળી
  3. 3મોટા સમારેલા ટામેટા
  4. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચાં લસણની પેસ્ટ
  5. ૮ થી ૧૦ નંગ કાજુ
  6. 1મોટું સમારેલું કેપ્સીકમ optional છે
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૧ નાની ચમચીહળદર
  10. 1 ચમચીશાહી પનીર મસાલા
  11. મોટી ઘરની મલાઈ
  12. 2 ચમચીતેલ
  13. 2 ચમચીબટર
  14. ૧ નંગઈલાયચી તજનો ટુકડો 2 લવિંગ
  15. ૪-૫ કળી લસણ
  16. ૨ ચમચી જીરુ

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે ટામેટા અને ડુંગળી તથા પનીર અને કેપ્સિકમને મોટા સમારી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ અને બટર મૂકી તેમાં જીરું નાખી તેની અંદર તજ લવિંગ અને ઈલાયચી નાખી સમારેલી ડુંગળી સાંતળી લો

  3. 3

    હવે તેની અંદર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ લસણ કળી અને કાઢી નાખી ડુંગળી ચડી જાય ત્યાં સુધી સાંતળવી

  4. 4

    પછી એમાં તમારે લાલ ટામેટા નાખી મીઠું નાખી તેની અંદર લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી ટામેટા ચડી જાય ત્યાં સુધી કુક કરવું

  5. 5

    પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર જાર માં લઈ ક્રશ કરી લેવું અને તેને ગાળી લેવું

  6. 6

    આ રીતે ગ્રેવી તૈયાર કરવી

  7. 7

    હવે બીજા પેન માં બટર અને તેલ નાખી તે ગરમ થાય એટલે તેમાં પનીર કેપ્સીકમ અને કાજુને પાંચ મિનિટ સાંતળવા અને તેની અંદર થોડું મીઠું લાલ મરચું પાઉડર અને પંજાબી શાહી પનીર મસાલો નાખી મિક્સ કરવું

  8. 8

    પછી તેની અંદર બનાવેલી ગ્રેવી નાંખી મિક્સ કરવું જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરી મિક્સ કરી તેલ અને બટર છૂટું પડે ત્યાં સુધી લો ગેસ રાખી થવા દેવું

  9. 9

    છેલ્લે તેમાં ઘરની મલાઈ નાંખી કોથમીર નાખી મિક્સ કરી લેવું અને ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes