રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ મરચા
  2. ૩ ટેબલ સ્પૂનરાઈના કુરિયા
  3. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  4. ૧ ટી સ્પૂનમીઠું
  5. ૧/૨ ટી સ્પૂનહિંગ
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. મોટા લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈને લાંબા ચીરીયા કરી બી કાઢી અને ફરીથી પાણીમાં નાખી દો. જેથી વધારાના બી નીકળી જાય.

  2. 2

    પાણીમાંથી એક બાઉલમાં કાઢી તેમાં હળદર મીઠું નાખી એક કલાક માટે સાઈડમાં રાખી દો.રાઈના કુરીયા ને મિક્સરમાં થોડા ક્રશ કરી લો.

  3. 3

    ૧ કલાક પછી મરચા માં જે પાણી થયું હોય તે કાઢી લો જેથી તિખાસ નીકળી જાય.

  4. 4

    હવે મરચાંમાં રાઈ ના કુરીયા, હીંગ,તેલ, લીંબુનો રસ, અને જરૂર લાગે તો થોડું મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    કાચની બોટલમાં ભરી લેવું.૧ દિવસ બાદ ઉપયોગ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

ટિપ્પણીઓ (3)

Similar Recipes