વેજ હોટ ડોગ (Veg Hot Dog Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિઁગ
  1. 3મોટી સાઇસ ના આલુ બાફેલા
  2. 1કટ કરેલ ડુંગળી
  3. 1કટ કરેલુ ગાજર
  4. 1કટ કરેલુ કેપ્સીકમ
  5. 1/2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  6. 1/2 ચમચીપેપરીકા
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/2 કપશેકેલા ઓટ્સ નો ભુકી અથવા બ્રેડક્રમબસ
  10. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  11. કોથમીર
  12. બન
  13. મસટડૅ સોસ
  14. કેચઅપ
  15. બટર
  16. ચીઝ
  17. મેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ આલુ ને બાફી માવો કરવો ત્યાર બાદ બધા વેજીટેબલ કટ કરવા. ગેસ પર પેનમાં બટર નાખો, તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીને સાંતળો. પછી તેમાં વેજીટેબલ નાખી મીક્ષ કરો

  2. 2

    તેમાં બટાકા નો માવો એડ કરી બધા મસાલા, ઓટ્સ નો ભુકો, કોથમીર નાખી મીક્ષ કરી લો. પછી તેને ઠંડુ પડવા દેવું.

  3. 3

    ત્યાર બાદ તેના લાબા રોલ કરી લેવું ત્યાર બાદ તેને શેલો ફ્રયાઇ કરો.

  4. 4

    હવે બન લઇ તેને વચ્ચે થી કટ કરી સોસ લગાવી દો. ત્યાર બાદ તેમાં રોલ નાખી ઉપર ચીઝ નાખવુ.

  5. 5

    પછી બધા સોસ એડ કરી દો.
    તો તૈયાર છે ટેસ્ટી વેજ હોટ ડોગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes