રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૧ કપબારીક સોજી
  2. 1 કપદહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. તેલ
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. 1બાઉલ ડુંગળી બટાકા નું શાક sarving માટે
  7. 1બાઉલ સંભાર sarving માટે
  8. 1બાઉલ ઢોસા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બારિક સોજી,, દહીં અને મીઠું નાખી હલાવી દો. પછી થોડું પાણી રેડવું. 15 મિનિટ ઢાંકીને રાખો હવે ખીરું ફુલી ગયું છે. થોડું પાણી ઉમેરી હલાવી દો. તેમાં ૧/૪ ચમચી બેકિંગ સોડા નાખી હલાવી ખીરું તૈયાર કરો.

  2. 2

    ઢોસા બનાવવા માટે તવો ગરમ કરવું તેલ મૂકી લૂછી લેવું પછી થોડું પાણી રેડી લુછી લો. હવે થોડું બેટર વચ્ચે મૂકી ધીરે-ધીરે ફેલાવો ગેસ ફુલ કરી દેવો ચારે બાજુ થોડું તેલ રેડવું નીચે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઢોસા ને ફોલ્ડ કરી એક પ્લેટમાં લઈ લો.

  3. 3

    બીજો ઢોસો બનાવવા માટે ફરીથી તવા ઉપર થોડું પાણી રેડી લૂછી ને બીજું બેટર રેડીને ગેસ ફૂલ રાખી ઢોસા તૈયાર કરવા. આટલા બેટરમાંથી સાત થી આઠ ઢોસા તૈયાર થાય છે.

  4. 4

    તૈયાર છે રવા ઢોસા એને એક પ્લેટ માં લઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes