રસિયા ઢોકળા (Rasiya Dhokla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

રસિક ગુજરાતી ઓ ની ભાવતી રસિયા ઢોકળા ની અતિપ્રિય વાનગી. વધેલી વાનગી માં થી શું બેસ્ટ એ કોઈ ગુજરાતી ઓ ને જ પૂછે.... આ ખાટ્ટા - મીઠા રસિયા ઢોકળા બધા જ ગુજરાતી ઘરો માં બને છે અને વન પોટ મીલ તરીકે સર્વ થાય છે.
#MRC

રસિયા ઢોકળા (Rasiya Dhokla Recipe In Gujarati)

રસિક ગુજરાતી ઓ ની ભાવતી રસિયા ઢોકળા ની અતિપ્રિય વાનગી. વધેલી વાનગી માં થી શું બેસ્ટ એ કોઈ ગુજરાતી ઓ ને જ પૂછે.... આ ખાટ્ટા - મીઠા રસિયા ઢોકળા બધા જ ગુજરાતી ઘરો માં બને છે અને વન પોટ મીલ તરીકે સર્વ થાય છે.
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મીનીટ
1 સર્વ
  1. 1 કપખમણ ના કટકા
  2. 1/3 કપખમણ નો ભૂકો
  3. 1/2 ચમચીલાલ મરચું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/2 ચમચીધાણાજીરુ
  6. 1 ચમચીગોળ
  7. 2પલાળેલા કોકમ
  8. મીઠું
  9. વધાર માટે :
  10. 2 ચમચી તેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. ચપટીહીંગ
  13. કોથમીર સજાવટ માટે
  14. પાણી ખમણ વઘારવા માટે

રાંધવાની સૂચનાઓ

10  મીનીટ
  1. 1

    એક પ્લેટ માં વધેલા ખમણ અને ખમણ નો ભૂકો તૈયાર કરવો. કોકમ પલાળી રાખવા.

  2. 2

    વઘાર : એક પેન માં તેલ ગરમ કરી રાઈ નાંખી, રાઈ તતડે એટલે હીંગ નાંખવી. પાણી વઘારવું. અંદર લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગોળ, કોકમ અને મીઠું નાખી મિક્સ કરવું. ઉકાળવું.

  3. 3

    મસાલો સરખો મીકસ થઈ જાય પછી અંદર ખમણ અને ખમણ નો ભૂકો નાંખી હલકા હાથે મીકસ કરવું. કોથમીર થી સુશોભિત કરવું. તૈયાર છે ગુજરાતી રસિકો માટે રસિયા ઢોકળા જે ગરમ જ ખાવા માં આવે છે અને વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes