ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#supers
ગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે.

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

#supers
ગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
2 person
  1. 1/4 કપતુવેર દાળ
  2. 1/3 કપચોખા
  3. 1/4 ટી સ્પૂનમેથી દાણા
  4. 1 નંગટામેટું
  5. 1 નંગલીલું મરચું
  6. 1/2 નંગલીંબુ
  7. 1/2ઈંચ ટુકડો આદુ
  8. 8-10મીઠા લીમડાનાં પાન
  9. 10 - 12શીંગદાણા
  10. ગોળ અને ખાંડ સ્વાદ મુજબ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. વઘાર માટે
  13. 1 ચમચીરાઈ
  14. 1/2 ચમચી જીરુ
  15. 1/4 ચમચી હીંગ
  16. 2 લવિંગ
  17. 2 ચમચી તેલ
  18. 1 ચમચીધાણાજીરા નો પાઉડર
  19. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  20. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ભાત ને 3 થી 4 વાર પાણી નાખીને ધોઈ લેવા. પછી દાળ માં 1 & 1/2 કપ પાણી અને મેથી દાણા નાખવા.
    ચોખા માં 1 કપ થી ઓછું પાણી નાખવું.
    હવે નીચે ના ફોટા પ્રમાણે દાળ ભાત બાફી લેવા. 30 થી 40 મિનિટ લાગે છે.

  2. 2

    દાળ ને વલોવી લેવી.
    હવે કડાઇ માં તેલ ગરમ કરી લવિંગ, રાઈ, જીરુ, હીંગ, લીમડાનાં પાન, લીલા મરચાં, ટામેટાં અને આદુ નાખી સાંતળો. મીઠું સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    5 થી 7 મિનિટ પછી બધું એકરસ થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, હળદર, ગોળ અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો. 1 મિનિટ પછી તેમાં દાળ ઉમેરો અને 1/2 કપ પાણી નાખીને 8 થી 10 મિનિટ દાળ ઉકાળો. છેલ્લે તેમાં કોથમીર નાખી બરોબર મિક્સ કરી લો.

  4. 4

    કુકર ની દાળ કરતા આ દાળ વધારે મીઠી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes