રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#EB
#week13
Rava jini dhosha in 2 way cheesy n spicy
ઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે

રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
#week13
Rava jini dhosha in 2 way cheesy n spicy
ઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35- 40 મીનીટ
4 લોકો માટે
  1. ઢોસા ના ખીરા માટે ની સામગ્રી:
  2. 750 ગ્રામ- રવો
  3. 7-8 ચમચીદહીં અથવા 1થી દોઢ ગ્લાસ છાશ
  4. પાણી જરુર મુજબ
  5. મીઠું જરુર મુજબ
  6. રેડ ચટણી માટે ની સામગ્રી:
  7. 6-7કળી લસણ
  8. 1- લીલુ મરચુ
  9. નાનો ટુકડો આદુ
  10. 1 ચમચીસમારેલી કોથમીર
  11. 2 ચમચી કાશ્મીરી લાલ મરચુ
  12. 1 ચમચીસાંભાર મસાલો
  13. મીઠું જરુર મુજબ
  14. પાણી જરુર મુજબ
  15. બટાકા ની ભાજી માટે ની સામગ્રી:
  16. 600 ગ્રામ બાફેલાં બટાકા
  17. 4ડુંગળી (ઉભી પતલી સમારેલી)
  18. 1 ચમચી અડદ ની ફોતરા વગરની દાળ
  19. 1 ચમચી લીલા મરચાં-આદુ ની પેસ્ટ
  20. 1/2 ચમચીહળદર
  21. મીઠું જરુર મુજબ
  22. ચાટ મસાલો જરુર મુજબ
  23. અન્ય સામગ્રી:
  24. સાંભાર મસાલો
  25. છેડાર ચીઝ (સ્ટફીંગ સાથે વાપરવા)
  26. મોઝરેલા ચીઝ (સર્વ કરતી વખતે ઉપર થી સ્પ્રીંકલ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

35- 40 મીનીટ
  1. 1

    રવાને દહીમાં કે છાશમાં પલાળી ઢોસાના ખીરા જેવું જેવું ખીરું બનાવો તેને એક કલાક પલાળી રાખો

  2. 2

    લસણ,આદુ,કોથમીર,લીલા મરચાં મિક્સરમાં વાટી તેમાં લાલ મરચુ, મીઠું,સાંભાર મસાલો,અને સહેજ પાણી ઉમેરી લાલ ચટણી રેડી કરો

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકો તેમાં લીમડો, રાઇ,જીરુ,અડદની ફોતરાં વગર ની દાળ,અને હિંગ વઘારમાં નાખો તેમાં કાપેલી ડુંગળી ઉમેરો તેને પાંચ મિનિટ ચડવા દો ડુંગળી ચઢી જાય એટલે તેમાં બાફેલા બટાકાને સમારીને ઉમેરો તેમાં મીઠું,હળદર, લીલા મરચા અને આદુની પેસ્ટ,કોથમીર ઉમેરી બે મિનીટ ચડવા દહીં ગેસ બંધ કરો

  4. 4

    ઢોસા નું મુકો ગરમ થવા દો એના પર ઢોસા નું ખીરું પાથરો ચમચી વડે તેને ગોળ શેઠ આપી ઢોસો રેડી કરો ઢોસો નીચેથી ચડી જાય એટલે તેમાં ઉપરના ભાગ પર ચીઝ પાથરો પછી તેના પર બટાકાની ભાજી મૂકો અને ફરીથી તેના પર ચીઝ છીણી ને સ્પ્રેડ કરો પછી ઢોસા ના પડને વાળી બંધ કરો પછી તેને કટ કરી લો અને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો આ cheesy ઢોસા તૈયાર છે તેના પર ચીઝ છીણી ને સર્વ કરો

  5. 5

    હવે fancy Dosa માટે ઢોસા ના પેન્ટર પર ખીરું પાથરો ચમચી વડે તને ગોળ શેપ આપી દો ઢોસાનો નીચે નાપાડ ને ચડવા દો ઉપરના પડ પર બટર લગાવો red chutney સ્પ્રેડ કરો બટાકાની ભાજી સ્પ્રેડ કરો તેના પર સાંભાર મસાલો sprinkle કરો પછી ઢોસાના પડને વાળી બંધ કરી સાંભાર અને ચટણી સાથે સર્વ કરો આ spicy ઢોસા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes