મખાના ફરાળી ખીર (Makhana Farali Kheer Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિઁગ
  1. 1લીટર દૂધ
  2. 1વાટકી પલાળેલા સાબુદાણા
  3. 1/2વાટકી શેકેલા મખાના નો અધકચરો ભૂકો
  4. 1વાટકી ખાંડ
  5. 1/4ચમચી ઇલાયચી પાઉડર
  6. 1/2મિલ્ક પાઉડર
  7. જરુર મુજબ બદામ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઇ 2 કલાક સુધી પલાળી રાખો. મખના ને શેકી લો તેને અધકચરા પીસી લો.

  2. 2

    હવે ગેસ પેન રાખી તેમાં દૂધ નાખી ધીમે તાપે ઉકળવા દો. થોડું હલાવતા રહો. ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર નાખી બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    હવે તેમાં સાબુદાણા નાખી બરાબર મીક્ષ કરી લો. 15 મીનીટ સુધી ઉકાળો. પછી તેમા મખાના ને ખાંડ નાખી દો.

  4. 4

    જરુર મુજબ બદામ પિસ્તા ની કતરણ નાખી ઠંડુ પડવા દો. ત્યાર બાદ તેને 1 કલાક સુધી ફ્રીઝ મા ઠંડુ કરો.

  5. 5

    તો તૈયાર છે ફરાળી ખીર. આ ખીર ને ગરમ કે ઠંડુ કોઈ પણ રીતે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes