ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)
શેર કરો

ઘટકો

  1. 1ગાજર સમારેલું
  2. 1/4દૂધી સમારેલી
  3. 1રીંગણ
  4. 1-2સરગવાની સિંગના કટકા
  5. મીઠાં લીમડા ના પાન
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીધાણા પાઉડર
  9. 1બટાકુ સમારેલું
  10. 2 ચમચીસંભાર મસાલો
  11. 1/2 ચમચીખાંડ
  12. ઈડલી બેટર માટે
  13. 3 વાટકીચોખા
  14. 1 ચમચીઆંબલીની પેસ્ટ
  15. 2 ચમચીતેલ
  16. 1 ચમચીરાઈ જીરું
  17. 1/4 ચમચીહિંગ
  18. મીઠું સ્વાદનુસાર
  19. કોથમીર જીણી સમારેલી
  20. 2 વાટકીઅડદની દાળ
  21. મીઠું સ્વાદનુસાર
  22. ગરમ પાણી જરૂરિયાત અનુસાર
  23. 1પેકેટ ઇનો
  24. સંભાર માટે
  25. 2 વાટકીતુવેર દાળ
  26. 1ટામેટું સમાંરેલ
  27. 1ડુંગળી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી બેટર માટે... સોંપ્રથમ દાળ અને ચોખાને ત્રણ ચાર વાર ધોઈ અને 6-7 કલાક પલાળો. હવે તેને મિક્સર માં ગરમ પાણી નાખીને પીસી ળો ત્યારબાદ તેને આથો આવા મૂકી દો.

  2. 2

    આથો આવ્યા બાદ ખીરા ને એકદમ હલાવીને મીઠું નાખી ખુબ ફીણવું જેથી ઈડલી સરસ થાય. હવે બેકિંગ સોડા (ઇનો) નાખી ફરીથી ખીરાને સરસ હલાવી લો.

  3. 3

    ઈડલી સ્ટીમર ને ગરમ કરી ઈડલી સ્ટીમ થવા મુકો.

  4. 4

    સંભાર માટે.... સૌપ્રથમ એક કુકરમાં તુવેરદાળ ને બરાબર ધોઈ ને બાફવા મુકો સાથે જ સંભાર માટે ઉપયોગ માં લીધેલ બધાજ શાકભાજી ને પણ બાફવા મુકો.3-4 સિટી બોલાવી દાળને સરસ બાફીલો.

  5. 5

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડે પછી હિંગ અને મીઠાં લીમડા ના પાન ઉમેરી ત્યારબાદ ડુંગળી ટામેટાં નાખી સાંતળી લેવા.

  6. 6

    ત્યારબાદ તેમાં બધા જ સૂકા મસાલા (હળદર.. લાલ મરચું.. ધાણાજીરું... સંભાર મસાલા...ખાંડ... મીઠું.... આંબલીની પેસ્ટ વગેરે)ઉમેરી સાથે જ પાણી ઉમેરી પછી બાફેલા શાકભાજી અને દાળ ઉમેરવા.

  7. 7

    હવે સંભાર ને થોડીવાર બધા મસાલા ચડે ત્યાં સુધી ઉકળવા દો અને જરૂર પડે તો થોડું પાણી પણ ઉમેરવું બરાબર ચડી ગયા પછી ગેસ બન્ધ કરીદો.

  8. 8

    તો ત્યાર છે ઈડલી સંભાર જેને તમે નારિયેળ ની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes