ઈડલી સાંભાર

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪પ મિનિટ
૪ લોકો
  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ નાની ચમચીખાવાનો સોડા
  5. સાંભાર માટે :
  6. ૧ કપતુવેર દાળ
  7. ટમેટું
  8. નાની ડુંગળી
  9. ૧/૨ કપદૂધી જીણી સમારેલી
  10. ૧૦ - ૧૨ લીમડાનાં પાન
  11. કોથમીર જરૂર મુજબ
  12. ૪ ચમચીઆંબલીનું પલ્પ
  13. ૧ ટુકડોગોળ
  14. ૧ ચમચીલાલ મરચું
  15. ૧ ચમચીહળદર
  16. ૧ ચમચીસાંભાર મસાલો
  17. મીઠું સ્વાદ મુજબ
  18. વધાર માટેઃ
  19. પાવળું તેલ
  20. ૧/૪ ચમચીઅડદની દાળ
  21. તમાલપત્ર
  22. સૂકું લાલ મરચું
  23. ૧/૨ ચમચીરાઈ
  24. ચપટીહિંગ
  25. લવિંગ
  26. ૧ ટુકડોતજ

રાંધવાની સૂચનાઓ

૪પ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળને અલગ અલગ ધોઈને ૬ કલાક પલાળી રાખો. તેને મિક્ષરમાં થોડું પાણી લઈ સ્મૂધ ખીરુ તૈયાર કરી લો. હવે તેમાં મીઠું અને સોડા ઉમેરી મિક્ષ કરી સ્ટીમર માં ઈડલી મૂકી બનાવી દો.

  2. 2

    દાળ ને ધોઈને ૧૦ મિનિટ પલાળી બાફી લો. તેમાં ગોળ આંબલી, મીઠું, બધા જ મસાલા નાખી ઉકળવા મૂકી દો.

  3. 3

    વધાર માટે વધારીયામાં તેલ લઇ તેમાં રાઈ અને અડદની દાળ નાખો તે તતડે એટલે તેમાં હીંગ અને ડુંગળી નાખી વધારની બધી જ સામગ્રી નાખી દો.

  4. 4

    ટામેટાં અને દૂધી નાખી થોડી વાર થવા દો.ત્યારબાદ આ વધાર ઉકળતી દાળમાં નાખી દો અને મિક્સ કરી દો.થોડીવાર ઉકાળો. ગરમાગરમ ઈડલી અને ચટણી સાથે સાંભાર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes