વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.
નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.
#childhood

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.
નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.
#childhood

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વ
  1. 11/2 કપબાસમતી ચોખા (2 કલાક પલાળેલા)
  2. 1 ટે.સ્પૂન ઘી
  3. 1તજ નો કટકો
  4. 2-3લવીંગ
  5. 1 કપમોટા સમારેલા શાક (ફણસી, ગાજર, વટાણાં અને ફલાવર)
  6. 1બટાકું
  7. 1/2 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  8. 2 ટી સ્પૂનતલ
  9. મીઠું
  10. ટોમેટો સુપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પેશર કુકર માં ઘી ગરમ કરી, તજ - લવીંગ,તલ સોતે કરી, ધોયેલા શાક વઘારવા. 1/2 કપ પાણી નાખવું. બટાકા ની છાલ કાઢી, મોટા ટુકડા કરી એ પણ વઘારવા. આદુ-મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરવું. ગરમ મસાલો નાંખી, મીકસ કરી કુકર બંધ કરી 1 સીટી લેવી.

  2. 2

    કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર પલાળેલા ચોખા નાંખી 2 મીનીટ સાંતળવું. કુકર બંધ કરી, 2 સીટી લઈ કુકર ઠંડુ પડે પછી ખોલી ને પુલાવ ને પ્લેટ માં કાઢી, ગરમાગરમ સુપ સાથે સર્વ કરવો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes