વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 લોકો
  1. 1 વાટકીચોખા 2 કલાક પલાળેલા
  2. 1નાનો કટકો બારીક સમારેલું ગાજર
  3. 1મોટું બારીક સમારેલું લીલું મરચું
  4. 1મોટી બારીક સમારેલી ડુંગળી
  5. 1 વાટકીવટાણા
  6. 1બટેટું બારીક સમારેલું
  7. 1 વાટકીબારીક સમારેલા કોથમીર
  8. 2સુકા લાલ મરચા
  9. 1કટકો વાટેલું આદુ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 ચમચીઅમૂલ બટર
  12. 2 ચમચીતેલ
  13. ચપટીહિંગ
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 3-4લવિંગ
  16. 1કટકો તજ
  17. 1તમાલપત્ર નું પાન
  18. 2 ચમચીજીરું
  19. 2 ચમચીરાઈ
  20. થોડામીઠા લીમડા ના પાન
  21. ચોખા ના માપ પ્રમાણે પાણી (ચોખા કરતા ડબલ પાણી લેવું)

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને સમારી લેવા. અને તૈયારી કરી લેવી.

  2. 2

    પછી કુકર મા તેલ અને બટર લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ, સુકા મરચા, તમાલપત્ર નાખી આદુ મરચાં સાંતળી લેવા.

  3. 3

    ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી સાંતળવી. પછી તેમાં બીજા શાક ઉમેરી સાંતળવા.

  4. 4

    ત્યારબાદ તેમાં મસાલા ઉમેરી હલાવી લેવું. અને છેલ્લે ચોખા ઉમેરી બધું મિક્સ કરી લેવું.

  5. 5

    ત્યાર બાદ પાણી ઉમેરી કુકર ને ઢાંકણ ઢાંકી 3 વ્હીસલ વગાડી લેવી. કુકર ઠરે એટલે પુલાવ બહાર લઈ ઉપર કોથમીર છાંટી ગરમાગરમ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes