ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામટોપરાનું છીણ
  2. 1 કપખાંડ
  3. 1/2 કપદૂધ
  4. 1/2 કપ માવો
  5. 1ચમચો ઘી
  6. ચપટીકેસર
  7. મીઠાઈનો પીળો રંગ (optional)
  8. ચાંદીનો વરખ
  9. કાજુ બદામ પિસ્તાની કતરણ
  10. 1/2 ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ગેસ પર નોનસ્ટિક પેનમાં ઘી મૂકી મીડીયમ ફલેમ્ પર ઓગળે એટલે તેમાં ટોપરાનું છીણ નાખી સાંતળી લો.

  2. 2

    ત્યાર પછી તેમાં દૂધ,ખાંડ અને કેસર ઉકાળેલું દૂધ નાખી ચમચા વડે મિક્સ કરો અને મીડિયમ ફ્લેમ પર કુક થવા દો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

  3. 3

    હવે આ મિશ્રણમાં માવો અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તેમાં ફુડ કલર મિક્સ કરો પછી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે એક પ્લેટને ઘીથી ગ્રીઝ કરી તેની ઉપર બટર પેપર મૂકો તેને ફરીથી ઘી થી ગ્રીઝ કરો અને ટોપરાપાક નું મિશ્રણ તેમાં પાથરો. તવેથા વડે સારી રીતે પ્રેસ કરી એક સરખું સેટ કરી લો.

  5. 5

    હવે તેની ઉપર ચાંદીનો વરખ લગાડી લો. બદામ, પિસ્તા અને કાજુની કતરણ થી ગાર્નીશ કરો. હવે તેને બે થી ત્રણ કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકી દો. ત્યારબાદ ચોરસ ટુકડામાં પીસ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ટોપરાપાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes