થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

#ff3
#EB
થીમ 16
અઠવાડિયું 16
#childhood
#શ્રાવણ
આજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફટકડીનો ઉપયોગ કરીને માવો તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલા જાડા તળિયા વાળી કડાઈ લઇ તેમાં દૂધ એડ કરો. ગેસ ચાલુ કરી દૂધ ને 3-4 મીનીટ ગરમ થવા દો. એક ઉભરો આવે, પછી તેમાં 1/2ખાંડ ઉમેરી દો.
- 2
ખાંડ ઉમેર્યા પછી દૂધ ને 5 મિનિટ માટે ઉકાળો. 5 મિનિટ પછી દૂધ સારી રીતે ઉકળે એટલે તેમાં ફટકડીનો પાઉડર ઉમેરો. ફટકડીનો પાઉડર એડ કર્યા પછી 2-3 મિનિટ માં દૂધ ફાટવા લાગશે. ફટકડીનો પાઉડર ઉમેર્યા પછી સતત દૂધને હલાવતા રહેવાનું છે. કડાઈમાં દૂધ 1/2 બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે.
- 3
હવે થાબડી પેંડા માટે ચાસણી તૈયાર કરવાની છે. ચાસણી તૈયાર કરવા માટે બીજા ગેસ પર એકદમ ધીમા તાપે એક પેન માં વધેલી ખાંડ ઉમેરો. એક થી બે મિનિટ માં ખાંડ મેલ્ટ થવા લાગશે. ખાંડ ઓગળીને બ્રાઉન કલર થાય એટલે સમજી જવું કે તમારી ચાસણી બરાબર થઇ ગઈ છે.
ધ્યાન રાખવું કે ખાંડ બળી ન જાય. હવે ચાસણીને દૂધના મિશ્રણ માં ઉમેરો. અહીંયા એ વાત નું ધ્યાન રાખવું કે જયારે તમે ચાસણી ઉમેરશો ત્યારે તેમાં બબલ્સ આવવા લાગશે તો ફટાફટ મિશ્રણ હલાવવાનું શરુ કરી દેવું. 5-7 મિનિટ સુધી હલાવવાનું ચાલુ રાખશો એટલે તમારું મિશ્રણ ઘટ્ટ થઇ જશે. - 4
બધું પાણી બળી જાય અને ઘી છુટ્ટુ પડવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર હલાવતા રહો. બધું પાણી બળી જાય એટલે જો તમને મિશ્રણ માં કણીઓ દેખાતી હોય તો તમે થોડું ઘી ઉમેરી મસળી લેવું.
- 5
હવે મિશ્રણ ને નીચે ઉતારી 5 મિનિટ માટે ઠંડુ થવા દો. મિશ્રણ થોડું ગરમ હોય એટલે તેને હાથમાં લઇ મિશ્રણ ને ગોળ વાળી લો. ગોળ વાળ્યા પછી તેને ઉપર થી પ્રેસ કરી દો અને પેંડા નો આકાર આપી દો.થાળીમાં ઠારી ને પણ ચોરસ ટુકડા કરી શકાય,
- 6
બધા પેંડા આ રીતે બનાવી લો. હવે બધા પેંડાને બદામ થી ગાર્નિશ કરી લો. જો પેંડા વાળતી વખતે મિશ્રણ છૂટું પડી જતું હોય તો તમે થોડું ઘી ઉમેરી શકો છો. તો અહીયા તમારા થાબડી પેંડા બનીને તૈયાર થઇ ગયા છે.
મેં થાળીમાં ઠારીને ચોરસ ટુકડા જ રાખ્યા છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBWeek16થાબડી પેંડા(ઘી ના કીટા માંથી) Jignasa Avnish Vora -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#childhood#ff3#EB#week16#cookpadindia#cookpadgujarati Sneha Patel -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળીરેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવચેલેન્જ#childhood Smitaben R dave -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16થાબડી પેંડા એ કાઠિયાવાડની પ્રખ્યાત મીઠાઈ છે ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે થાબડી પેંડા એ નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે તે દૂધમાંથી બનતી કણીદાર માવાની મીઠાઈ છે sonal hitesh panchal -
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#ff3 પેંડા તો દરેક પ્રસંગ માં હોય જ કોઈ ને ઘેર બાળક નો જન્મ થાય કે પછી છોકરાંઓ પરીક્ષા માં પાસ થાય કે દીકરા દીકરી નું સગપણ થાય પેંડા તો વહેંચાય જ કોઈ મહેમાન આવે તો પણ ચેવડો પેંડા નો નાસ્તો હોય જ Bhavna C. Desai -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#GA4#Week9#મીઠાઈ (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઘરમાં જ બની જતી ખૂબ જ ઇઝી મીઠાઈ જે ફક્ત ત્રણ સામગ્રી તૈયાર થશે અને મીઠાઈ વાળા ની દુકાનેથી પણ લાવવાની જરૂર નહિ પડે દિવાળી ઉપર બનાવો ઘરના લોકો માટે ઘરની જ થાબડી.. Mayuri Unadkat -
-
થાબડી પેડાં (thabdi peda in Gujarati)
#વિકમીલ -2#સ્વીટકાઠિયાવાડ ના ફેમસ થાબડી પેદા એકદમ કણીદાર ane ફક્ત દૂધ માંથી બનતા પેડાં છે જેને ખાવો તો બસ ખાતા રહી જાવો ... Kalpana Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (4)