કાજુ મેસુબ (Kaju Mesub Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#ff3
#EB
થીમ 16
અઠવાડિયું 16
#childhood
#શ્રાવણ

કાજુ મેસુબ (Kaju Mesub Recipe In Gujarati)

#ff3
#EB
થીમ 16
અઠવાડિયું 16
#childhood
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કાજુ નો ભૂકો(રવા જેવો)
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૧૨૫ ગ્રામ ખાંડ(સ્વાદ મુજબ વધતી ઓછી લેવી)
  4. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ઘી ગરમ કરો.
    કાજુને એક મિનિટ માટે સેકી ભૂકો કરી લ્યો,મિક્સર એકધારું ના ચલાવવું,બે બે સેકન્ડ ઓન ઑફ કરી ને ફેરવવું જેથી તેલ ના છૂટે અને ભૂકો કરકરો,કોરો રહે..

  2. 2

    હવે એક નોન સ્ટીક અથવા જાડા તળિયા વાળી કડાઈ લો.તેમાં કાજુ નો ભૂકો,ખાંડ,અને પાણી લઈ ને મિક્સ કરો.કડાઈ ને ગેસ ઉપર નથી મૂકવાની.હવે તેમાં ગરમ કરેલા ઘી માંથી 1/2 ઘી ઉમેરી દો.ત્યાર બાદ બધું બરાબર હલાવી ને મિક્ષ કરી દો.બધું મિશ્રણ એકરસ થઈ જવું જોઈએ.

  3. 3

    ત્યાર બાદ મિશ્રણ વાળી કડાઈ ને ધીમા ગેસ ઉપર ઉપર મૂકો.તેને સતત એક જ દિશા મા હલાવતા રહો.થોડું સેકાઈ અને ફૂલે એટલે તેમાં વધેલા ઘી માંથી એક ટેબલ સ્પૂન ઘી ઉમેરો અને સતત હલાવતા રહો.જ્યાં સુધી નાખેલું ઘી એબસોર્બ ન થાય ત્યાં સુધી બીજી વાર ઘી ઉમેરવા નું નથી.તમે ઘી નાખશો એટલે મિશ્રણ થોડું હળવું થશે અને ફૂલશે.

  4. 4

    ત્યાર બાદ પાછું ઘી ઉમેરો.આવી રીતે વધેલું બધું ઘી ઉમેરતા જવું અને હલાવતા જવું.ધીમે ધીમે મિશ્રણ નો થોડો કલર બદલાશે.હવે મિશ્રણ જેમ હલાવતા જસો તેમ તેમાં થી ઘી છૂટું પડવા લાગશે અને મિશ્રણ બધું ભેગું થઈ જશે. જાળી પણ સરસ પડશે.આવું થાય એટલે મિશ્રણ ને ગ્રીસ કરેલા વાસણ મા નાખી દેવું.તેને તવેથા થી દબાવી ને પાથરવા નું નથી.તેની મેળે જ પથરાશે
    નોંધ : ઘી જ્યારે નાખો ત્યારે વધારે ગરમ જ હોવું જોઈએ.જો ઘી ઓછું ગરમ હશે તો પણ તેમાં જાળી પડશે નહિ.

  5. 5

    હવે તેને થોડીવાર માટે ઠરવા દો.પાંચ મિનિટ પછી તેમાં કાપા પાડી દો.જો મિશ્રણ વધારે ઠરી જશે તો કાપા પાડવા મા થોડીવાર લાગશે.એટલે ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા.
    જે વધારા નું ઘી હોય તે તેમજ રેવા દેવું.પછી જ્યારે 1/2 કલાક પછી કાપા પાડેલા પીસ પ્લેટ મા કાઢો ત્યારે વધેલું ઘી એક વાટકી કાઢી લેવું

  6. 6

    હવે તેને એક પ્લેટ મા લઈ સર્વ કરવું,તમે જોઈ શકશો કે નીચે સફેદ,વચ્ચે બ્રાઉન, પાછો ઉપર સફેદ એવા સરસ ત્રણ લેયર દેખાશે.

    તો તૈયાર છેકન્દોઇ બનાવે તેવો જ ઘરે બનાવેલો કાજુ મેસુબ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes