પંજરી (Panjari Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

કૃષ્ણ જન્મ હોય અને પંજરી નો પ્રસાદ ન હોય એવું બને ખરું? નાના હતા ત્યારથી જ ઘરમાં અને ‌મંદિર માં પંજરી વહેંચવા મા આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય...
#શ્રાવણ

પંજરી (Panjari Recipe In Gujarati)

કૃષ્ણ જન્મ હોય અને પંજરી નો પ્રસાદ ન હોય એવું બને ખરું? નાના હતા ત્યારથી જ ઘરમાં અને ‌મંદિર માં પંજરી વહેંચવા મા આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય...
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ‌ ધાણા
  2. ૧ કપ‌ખડી સાકર
  3. ૨ ચમચીકોપરાનું છીણ
  4. ૧ ચમચીખાવાનો ગુંદર
  5. ૧ ચમચી‌ખસખસ
  6. ૧/૨ ચમચીસુવા દાણા
  7. ૧/૨ ચમચીસુંઠ પાઉડર
  8. ૧ ચમચીઘી
  9. કાજુ બદામ પસંદગી મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ધાણા ને થોડા શેકી લો. ઠંડા થાય એટલે તેમાં ખડી સાકર ઉમેરી મિક્ષ્ચર માં અધકચરૂ ક્રશ કરી લો.

  2. 2

    હવે તેમાં કોપરાનું ખમણ, ખાવાનો ગુંદર, સુવા દાણા, ખસખસ, સુંઠ પાઉડર ઉમેરીને ફરીથી મિક્ષ્ચર માં ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ ઘી ઉમેરી એક બે સેકંડ માટે મિક્ષ્ચર માં ફેરવી લો.

  4. 4

    બાઉલ માં કાઢી કાજુ બદામ પિસ્તા ના ટુકડા ઉમેરો. તૈયાર છે પંજરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes