ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.
#WLD

ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)

શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.
#WLD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-10 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 400-500 ગ્રામ જેટલું ફ્લાવર લગભગ
  2. 100-150જેટલા લીલાં વટાણાના દાણા
  3. સ્વાદમુજબ મીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચી ખાંડ (ગળ્યું ભાવતું હોય તો જ)
  7. 3-4 ચમચીતેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

8-10 મિનિટ
  1. 1

    ફ્લાવરને છૂટું કરી થોડું મોટું-મોટું સમારી લો.પછી એને પાણીથી ધોઈ લો. એમાં વટાણાના દાણા ઉમેરો.

  2. 2

    એક કઢાઈમાં તેલ રાઈનો વઘાર મૂકો રાઈ તતડે એટલે એમાં હીંગ ઉમેરી, ફ્લાવર તથા વટાણા અને પા વાટકી પાણી ઉમેરો. પછી એમાં હળદર તથા મીઠું નાંખી ઢાંકીને 5-7 મિનિટ માટે ચડવા દો. વચ્ચે- વચ્ચે હલાવતા રહેવું.

  3. 3

    5-7 મિનિટ પછી જોશો તો ચડી ગયું હશે. કદાચ ના ચડયું હોય તો એકાદ બે મિનિટ વધુ ચડવા દો. પછી એમાં લાલ મરચું તથા ખાંડ ઉમેરી હલાવી લો.

  4. 4

    હવે એને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (8)

Similar Recipes