ભરેલાં રીંગણ નું શાક

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#કૂકર
રીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ...

ભરેલાં રીંગણ નું શાક

#કૂકર
રીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 8નંગ નાના રીંગણ
  2. 1સમારેલી ડુંગરી
  3. 1ટામેટું સમારેલું
  4. 1 ચમચીસીંગદાણા
  5. 2 ચમચીકોપરાનું ઝીન
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીબેસન
  8. 1 ચમચીઆદુંમરચાઇની પેસ્ટ
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીહરદળ
  12. 1 ચમચીધાણા જીરું પાવડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીખાંડ
  15. મીઠું સ્વાદપ્રમાણે
  16. 1 ચમચીલીલા ધાણા સમારેલા
  17. 1/4 ચમચીરાય ને જીરું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને ધોઈ ને કોરા કરી લો
    ડુંગરી ટામેટું કોપરાનું ઝીન સીંગદાણા તલ ને ચટણી ના જાર માં પીસી લો

  2. 2

    કુકર માં તેલ ગરમ કરો તેમાં રાય ને જીરું તતડાવો પછી બેસન ને સેકી લો બેસન સેકસઃય એટલે પીસેલો મસાલો નાખી 2 મિનિટ સતત ચલાવતા સેકી લો તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું ધાણાજીરું હળદર ગરમ મસાલો મીઠું નાખી મિક્સ કરી લો ગેસ બંધ કરી લો

  3. 3

    રીંગણ ને વચ્ચે બન્ને સાઈડ કાપી મસાલો ભરી લો બધા રીંગણ ભરાય જાય પછી જે મસાલો વધે તેના પર રીંગણ મૂકી ગેસ ચાલુ કરી બે મિનિટ સેકી લો ખાંડ ને 1/2 કપ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે 1 સીટી મારી લો ગેસ બંધ કરી દો

  4. 4

    કુકર ઠંડુ પડે લીલા ધાણા થી ગાર્નીસ કરી ગરમાગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes